ટોપ ન્યૂઝમનોરંજન

જાણીતા અભિનેતા જુનિયર મેહમુદનું કેન્સરને કારણે નિધન: ઉંમરના 67માં વર્ષે લીધા અંતિમ શ્વાસ

મુંબઇ: કારવાં, હાથી મેરે સાથી, મેરા નામ જોકર જેવી ફિલ્મોથી અભિનય ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનારા પીઢ અભિનેતા જુનિયર મેહમુદે ઉમંરના 67માં વર્ષે અંતિમ શ્વાસ લીધો હતો. લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલા જુનિયર મેહમુદે ગુરુવારે મોડી રાતે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

જુનિયર મેહમુદના નિધનના સમાચાર તેમના અંગત મિત્ર સલીમ કાઝીએ આપ્યા હતાં. જુનિયર મેહમુદના નિધનને કારણે બોલીવુડ શોકાકુલ બન્યું છે. થોડા દિવસો પહેલાં જોની લિવર જુનિયર મેહમુદને મળવા ગયા હતાં ત્યાર બાદ તેમની બિમારી અંગે જાણ થઇ હતી. જોની લિવર બાદ અભિનેતા જીતેન્દ્રએ પણ તેમને મળીને પૂછપરછ કરી હતી.


જુનિયર મેહમુદે 70-80ના દાયકામાં પોતાના અભિનયની છાપ ઊભી કરી હતી. તેમણે દેવાનંદ, રાજેશ ખન્નાથી માંડીને સંજય દત્ત સુધી અનેક અભિનેતાઓ સાથે તામ કર્યુ હતું. જુનિયર મેહમુદે બાલ કલાકાર તરીકે ફિલ્મી કારકીર્દીની શરુઆત કરી હતી. તેમણે માત્ર હિન્દી નહીં પણ અનેક ભાષાઓમાં કામ કર્યું હતું. તેમણે અભિનયની સાથે સાથે દિગ્દર્શનમાં પણ હાથ અજમાવ્યો હતો. કોમેડી રોલને કારણે એક સમયે જુનિયર મેહમુદનો બોલીવુડમાં અલગ દબદબો હતો. ફિલ્મો ઉપરાંત તેમણે ટીવી સિરીયલમાં પણ કામ કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર જુહૂના કબ્રસ્તાનમાં જુનિયર મેહમુદના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button