મળો Heeramandiના નવાબોનેઃ આ સ્ટાર્સનો ફર્સ્ટ લૂક થયો વાયરલ
સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી ઘણા સમયથી ચર્ચામાં છે. આ સિરિઝમાં પાંચ હીરોઈનો છે અને તેમના લૂક લોકો સામે આવી ગયા છે. બે ગીતો પણ લોકપ્રિય થઈ ગયા છે ત્યારે હવે સર્જક સંજય લીલા ભણસાલીએ ચાહકોને તેમના શોના નવાબો સાથે ભેટો કરાવ્યો છે.
અભિનેતા ફરદીન અને શેખર સુમન હીરામંડીમાં જોવા મળવાના છે. બંનેનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. લાંબા સમયથી ફરદીન ખાનના ફિલ્મી પડદે કમબેકની અટકળો ચાલી રહી હતી. આવી સ્થિતિમાં હવે જાહેરાત કરવામાં આવી છે કે ફરદીન ખાન હીરામંડીથી કમબેક કરશે. આ તેની ડિજિટલ ડેબ્યૂ પણ હશે. ફરદીન ખાન વલી મોહમ્મદ નામના નવાબની ભૂમિકા ભજવી રહ્યો છે, જે પ્રેમ અને જવાબદારી વચ્ચે અટવાયેલો છે.
ફરદીન ઉપરાંત શેખર સુમન પણ આ સિરીઝનો એક ભાગ છે. શેખર નવાબ ઝુલ્ફીકારની ભૂમિકા ભજવે છે, જે મલ્લિકાજાનના ચરણોમાં પોતાની વફાદારી રાખે છે. ઝુલ્ફીકાર અને તેની મહત્વાકાંક્ષા વચ્ચે માત્ર એક જ વસ્તુ ઉભી છે અને તે છે હીરામંડી. શેખરનો પુત્ર અધ્યયન સુમન પણ આ સિરિઝનો એક ભાગ છે. આ શોમાં તે ‘ઝોરાવર’નું પાત્ર ભજવી રહ્યો છે. જોરાવર રિચા ચઢ્ઢાના પાત્ર લજ્જોના પ્રેમમાં છે. પરંતુ આ પ્રેમ પણ તેની કસોટી કરી રહ્યો છે.
આ પણ વાંચો : મંદિરા બેદીનો નવો લૂક વાઈરલ, યૂઝર્સે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા
કલેક્ટર તાહા શાહ પણ હીરામંડીનો એક ભાગ છે. તે નવાબના પુત્ર તાજદારની ભૂમિકા ભજવી રહ્યો છે. પરંપરા અને પ્રેમ વચ્ચે ફાટેલા તાજદાર સ્વતંત્રતા દ્વારા પોતાનો હેતુ શોધી રહ્યા છે. ચારેય કલાકારોના દેખાવ એકબીજાથી અલગ છે. આ ઉપરાંત તેના પાત્રો પણ ખૂબ જ રસપ્રદ લાગે છે. લુક પોસ્ટર પરથી જ સ્પષ્ટ છે કે ભણસાલીની સિરીઝ ધમાકેદાર બનવાની છે.
આ સિરીઝમાં સોનાક્ષી સિન્હા, મનીષા કોઈરાલા, રીચા ચઢ્ઢા, સંજીદા શેખ, શરમીન સહગલ અને અદિતિ રાવ હૈદર પણ જોવા મળશે.