હીરોની આ હીરોઈન 60 વર્ષે જે કરે છે તે જોઈને તમને પણ…
સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર જુવાનીયાઓ જ કરે છે તેમ નથી, મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો પણ એટલો જ ઉપયોગ કરે છે. આ તમામ 50 કે 60 વર્ષ વટાવી ચૂકેલા લોકો જો પ્રેરણા લેવા માગતા હોય તો તેમણે આ હીરોઈન પાસેથી લેવાની જરૂર છે. 60 વર્ષની ઉંમરે નૃત્ય કરતી અને જીમ જઈને કસરત કરતી 70-80ના દાયકાની આ હીરોઈનને જોઈને તમને પણ ફીટ એન્ડ ફાઈન રહેવાની પ્રેરણા મળી શકે તેમ છે.
બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક મીનાક્ષી શેષાદ્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 60 વર્ષની મીનાક્ષી જીમમાં અલગ-અલગ એક્સરસાઇઝ કરતી જોવા મળી રહી છે. તેના સમર્પણને જોઈને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે તેની ફિટનેસને લઈને કેટલો સતર્ક છે. શેષાદ્રી, જે મોટાભાગે તેના ડાન્સ વીડિયોના કારણે ચર્ચામાં રહે છે, તે આ વખતે તેના જિમ વીડિયોના કારણે હેડલાઈન્સમાં છે. આ વીડિયો સાથે મીનાક્ષીએ જીમમાં પરસેવો પાડવાનું કારણ જણાવ્યું. આ કારણ કોઈ નવો ફિલ્મ પ્રોજેક્ટ નથી પણ તેનો રસોઈયો છે.
મીનાક્ષીએ કહ્યું કે હું જ્યારે અમેરિકાથી પાછી ફરી ત્યારે મારી રસોયાણી પ્રેમિલા મન રોજ નવી નવી વાનગીઓ ખવડાવતી અને હું પણ ડાયેટ વગેરેને બાજુએ મૂકીને પેટ ભરીને ખાતી. આનું પરિણામ એ આવ્યું કે મારું વજન વધી ગયું. મને સાઈઝ 2 બનવામાં રસ નથી, આથી હું એક્સરસાઈઝ કરી રહી છું.
આ પણ વાંચો : Happy Birthday: હટકે અવાજ અને હટકે અંદાજે સંઘર્ષ કરાવ્યો ને સફળતા પણ અપાવી
સોશિય મીડિયા પર મિનાક્ષી શેષાદ્રી ખૂબ જ એક્ટિવ રહે છે અને ડાન્સ વીડિયો પોસ્ટ કરતી રહે છે.
હીરો ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં પગલાં કરનારી મિનાક્ષીએ દામિની, ઘાયલ, ઘાતક, ગંગા જમના સરસ્વતી, શહેનશાહ, આવારગી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને લોકોનું મનોરંજન કર્યું છે.