ત્રણ મહિના પહેલાં લગ્ન, બે જ વર્ષમાં થશે ડિવોર્સ… Sonakshi Sinhaને લઈને કોણે કરી આ ભવિષ્યવાણી?
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ સાત વર્ષના અફેયર બાદ આખરે 23મી જૂનના બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્નને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત સિન્હા પરિવારમાં પણ ખાસ્સી એવી બબાલ જોવા મળી હતી. હવે સોનાક્ષી અને ઝહિર લગ્નના બે જ વર્ષ બાદ છૂટા પડી જશે એવા અહેવાલો વહેતા થયા છે. આવો જોઈએ શું છે આ અહેવાલો અને કોણે કરી છે આ ભવિષ્યવાણી..
સોનાક્ષી અને ઝહિરના લગ્નના ત્રણ મહિના બાદ એક જ્યોતિષીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં પંડિતજીએ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે સોનાક્ષી અને ઝહિર લગ્નના બે જ વર્ષ બાદ ડિવોર્સ લઈ શકે છે. સોનાક્ષીનું માથું મોટું છે, એટલે તેનું વૈવાહિક જીવન એટલું ખાસ નહીં રહે. ઝહિરની આંખોનો રંગ પણ અલગ છે. એક સંતાનના જન્મ બાદ એટલે કે બે વર્ષમાં જ આ કપલ છૂટું પડી શકે છે. જ્યોતિષાચાર્યના આ દાવાને કારણે સોનાક્ષી-ઝહિરના ફેન્સ ચોંકી ઉઠ્યા છે.
જ્યોતિષીનો આ વીડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ જાત-જાતના વાતો અને અટકળો લગાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે જો તમારી આ ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ તો તમારું કરિયર તો ચોપટ થઈ જશે. બીજા એક યુઝરે લખ્યું છે કે લોકોને આટલો રસ કેમ છે બીજાની લાઈફમાં, જીવો અને જીવવા દો. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે આ શું બકવાસ છે એમને એમની લાઈફ જીવવા દો.
સોનાક્ષી અને ઝહિરના લગ્નને કારણે સિન્હા પરિવારમાં ખાસી એવી ફાટફૂટ જોવા મળી હતી. લવ અને કુશ સિન્હાએ બહેન સોનાક્ષી સાથેના સંબંધો તોડી નાખ્યા અને બંનેએ લગ્નમાં પણ હાજરી આપી નહોતી. શત્રુઘ્ન સિન્હાએ લગ્નમાં મને કમને હાજરી આપીને લોકોના મોઢા બંધ કરાવી દીધા હતા. જોઈએ હવે જ્યોતિષીની ભવિષ્યવાણીમાં કેટલો દમ છે અને બે વર્ષ બાદ સોનાક્ષી અને ઝહિર સાથે રહે છે કે અલગ થઈ જાય છે?
Also Read –