પૂર્વ મિસ વર્લ્ડના આ વીડિયોએ મચાવ્યો ખળભળાટ! જુઓ કોને કરી રહી છે ડેટ…
મુંબઈ: વર્ષ 2007માં મિસ વર્લ્ડ બનીને ભારતનું નામ દુનિયામાં રોશન કરનારી માનુષી છિલ્લર પોતાની મનમોહક અદાઓ માટે ચર્ચામાં રહેતી જ હોય છે, પરંતુ હાલ તે કોઇ બીજા કારણોસર ચર્ચાનું કેન્દ્ર બની છે. હાલ ચર્ચા માનુષી છિલ્લરની ડેટીંગ લાઇફની થઇ રહી છે અને તેનું કારણ છે ખૂબ જ વાયરલ થયેલો તેનો એક વીડિયો.
માનુષીના એક વીડિયોએ ખાસ કરીને તેના ચાહકોમાં ચકચાર જગાવી છે અને તેના કારણે તે કોઇને ડેટ કરી રહી છે કે શું અને માનુષીએ પોતાનો પાર્ટનર શોધી લીધો છે કે નહીં તેવા સવાલો માનુષીના ચાહકો પૂછી રહ્યા છે.
આ પૂર્વે માનુષીનું નામ બિઝનસમેન નિખિલ કામથ સાથે જોડાયું હતું, પરંતુ પછી બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા હતા. જોકે ત્યાર પછી માનુષીનું નામ કોઇની સાથે જોડાયું નહોતું. હાલ બોલીવૂડના ગલીઓમાં એવી ખૂસપૂસ થઇ રહી છે કે માનુષી જ્હાન્વી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાના ભાઇ વીર પહાડિયાને ડેટ કરી રહી છે.
જ્હાન્વી અને શિખર એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની હજી તો ફક્ત વાતો થઇ રહી હતી, પરંતુ એવામાં એક વીડિયો સામે આવતા આ ચિનગારીને વધુ હવા મળી રહી છે. આ વીડિયોમાં એક તરફ જ્હાન્વી પોતાની તસવીરો પડાવી રહી છે તો તેની બાજુમાં માનુષી અને વીર પહાડિયા પણ નજર આવી રહ્યા છે. વીડિયોમાં માનુષી વીરના ખભા પર માથું ટેકવીને રોમાન્ટિક પળો વીતાવી રહી હોવાનું દેખાય છે.
આ વીડિયો વાયરલ થયા બાદ માનુષીના ચાહકોને હવે ખાતરી થઇ ગઇ છે કે માનુષી અને વીર બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ પહેલા માનુષી અને વીર બંને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ એકસાથે જોવા મળ્યા હતા. બંને એકબીજા સાથે સ્ટેજ પર ડાન્સ કરતા હોય તેવો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.
વીરની વાત કરીએ તો વીર આ પહેલા સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનને પણ ડેટ કરી ચૂક્યો છે. સાર અલી ખાને પોતે વીર સાથે પોતાના સંબંધો પર મહોર લગાવી હતી. જોકે 2016માં બંને છૂટા પડી ગયા હતા. જ્યારે માનુષી અને નિખિલ કામતે પણ એક વર્ષ સાથે ગાળ્યા બાદ એકબીજાને અલવિદા કહી દીધું હતું.