દુનિયા એની સિદ્ધિથી અંજાઇ, પણ મનુ ભાકર તો…..
બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યનની પાછલી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ના ઘણા વખાણ થયા હતા. ક્રિટિક્સને ફિલ્મની વાર્તા કહેવાની સાથે સાથે કાર્તિકનું કામ પણ પસંદ આવ્યું હતું. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી અને ફ્લોપ થઈ ગઈ, પરંતુ હવે ‘ચંદુ ચેમ્પિયન’ને એવી પ્રશંસા મળી છે કે કાર્તિકઆર્યન સાતમા આસમાનમાં વિહરી રહ્યો હોય તો પણ તમને નવાઇ નહીં લાગે.
તાજેતરમાં પૂરા થયેલા પેરિસ ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતીને તરખાટ મચાવનાર ભારતીય શૂટર મનુ ભાકર હાલમાં ચર્ચામાં છે. તે યંગ છે, એનર્જેટિક છે અને રાઇફલ શૂટિંગમાં કમાલની નિશાનબાજ છે. હાલમાં તેણે કાર્તિક આર્યનની ‘ચંદુ ચેમ્પિયન’ ફિલ્મ જોઇ હતી. આ ફિલ્મ જોયા બાદ તેણે બે મોઢે હિરોના વખાણ કર્યા છે. ફિલ્મ અને કાર્તિકના વખાણ કરતા તેણે લખ્યું છે કે, ‘આખરે ઓલિમ્પિક પૂરો થયો અને ઘરે પહોંચતાની સાથે જ મેં ફિલ્મ ચંદુ ચેમ્પિયન જોઇ. આ ફિલ્મ મેં વિચારી હતી તેના કરતાં વધુ રિલેટેબલ બની છે. રમતવીરની તૈયારીઓ, સંઘર્ષો, નિષ્ફળતાઓ… પરંતુ ક્યારેય હાર માનવી નહીં નહીં એવી સ્પિરિટ… કાર્તિક આર્યનને આ ભૂમિકા આટલી સહજતાથી નિભાવવા બદલ અભિનંદન. પોતે રમતવીર હોવાને કારણે હું જાણું છું કે તે સરળ નથી… ખાસ કરીને સ્પર્ધા માટે તૈયારી કરવી. આ માટે તમારે મેડલ મળવો જોઈએ!!’
આ પણ વાંચો : Chandu Championને ફળી ગયો વિક-એન્ડ, આટલાનું કલેક્શન
હવે જ્યારે વર્લ્ડ ચેમ્પિયન અને નામી વ્યક્તિ તમારી પ્રશંસા કરે ત્યારે તમે કોઇ પ્રતિક્રિયા ના આપો તો કેવું લાગે! તો કાર્તિકે પણ મનુ ભાકરની પ્રશંસા પર પ્રતિક્રિયા આપી છે. મનુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની પ્રશંસા પણ શેર કરી છે. કાર્તિકે લખ્યું છે કે, ‘વાહ!!! આભાર મનુ ભાકર. જ્યારે તમારા જેવા real life ચેમ્પિયન અમારી મહેનતની પ્રશંસા કરશે ત્યારે હું હંમેશા આવી ક્ષણોની પ્રશંસા કરીશ! દરેક ભારતીયને ગર્વની અનુભૂતિ કરાવવા માટે ચંદુ ચેમ્પિયન તરફથી તમને પ્રેમ અને કૃતજ્ઞતા.
મનુ ભાકરની વાત કરીએ તો તેણે પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. આ પછી મનુએ 10 મીટર એર પિસ્તોલની મિશ્ર સ્પર્ધામાં સરબજોત સિંહ સાથે તેનો બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે મનુ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. વર્ક ફ્રન્ટ પર કાર્તિકની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ છે. આ ફિલ્મમાં કાર્તિક સાથે કિયારા અડવાણી, તબ્બુ, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન જેવા કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.