મનોરંજન

Valentineને લઈને એક્ટ્રેસે કહી એવી વાત કે… વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડમાં ચોપ્રા’ઝનો દબદબો વધી રહ્યો છે પહેલાં પ્રિયંકા ચોપા, પછી પરિણીતી ચોપ્રા અને હવે મનારા ચોપ્રા… સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17માં ભાગ લીને મનારા ચોપ્રા લાઈમલાઈટમાં આવી ગઈ છે. બિગ બોસમાંથી બહાર આવ્યા બાદથી જ મનારાના રિલેશનશિપ સ્ટેટસ અને લગ્ન વિશેની પણ જાત જાતની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ બધા વચ્ચે ખુદ મનારાએ પોતાના વેલેન્ટાઈનને લઈને ખુલાસો કર્યો છે.

મનારા ચોપ્રા પેપરાઝીને પોઝ આપી રહી હતી અને લાલ રંગના ડ્રેસમાં તે એકદમ સુંદર લાગી રહી હતી, એ સમયે મનારાએ જણાવ્યું હતું કે હું વેલેન્ટાઈન ડેને લઈને ખૂબ જ ઉત્સાહિત છું અને જોર-શોરથી તૈયારીઓ કરી રહી છું.
એક્ટ્રેસને જ્યારે પૂછવામાં આવ્યું કે એનો વેલેન્ટાઈન કોણ છે જેના જવાબમાં મનારાએ કહ્યું હતું કે વેલેન્ટાઈન્સ ડે પર જ તે આ વાતનો ખુલાસો કરશે. આ વીડિયો વિરલ ભાયાણીના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. મનારાએ જણાવ્યું હતું કે ઘરમાં જે રીતે દિવાળી અને ક્રિસમસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું એ જ રીતે વેલેન્ટાઈન્સ ડેના સેલિબ્રેશનની તૈયારીઓ પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શો પર મનાર અને સ્ટેડન્ડ અપ કોમેડિયન અને બિગ બોસના વિનર મુન્નવર ફારુખીનો બોન્ડ, ફ્રેન્ડશિપ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. દરમિયાન થોડાક દિવસ પહેલાં જ મનારા અભિષેક કુમાર સાથે શો પછી પાર્ટી પણ કરતી જોવા મળી હતી. હવે જોવાની વાત એ છે કે એક્ટ્રેસનો વેલેન્ટાઈન કોણ છે, મુન્નવર? અભિષેક, કે પછી બીજું જ કોઈ?

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button