Bollywood: આ અભિનેત્રીને વસવસો છે માતા ન બનવાનો
હીરામંડી વેસસિરિઝથી ચર્ચામા આવેલી ઈલુઈલુ ગર્લ મનિષા કોઈરાલા એક વાત કહેતા ભાવુક થઈ ગઈ હતી. તેણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં મનીષા કોઈરાલાની જોરદાર એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. મનીષા કોઈરાલાએ હીરામંડીમાં મલ્લિકાજાનની ભૂમિકા ભજવી છે.
હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર રિલીઝ થયાને ઘણા દિવસો થઈ ગયા છે. હીરામંડીના કારણે મનીષા સતત ઈન્ટરવ્યુ આપી રહી છે અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને સમાચારોમાં રહે છે. હાલમાં જ મનીષા કોઈરાલાએ કહ્યું હતું કે તે માતા બનવા માંગતી હતી, પરંતુ હવે તેણે આ બાબતે સમાધાન કરી લીધું છે.
મનીષા કોઈરાલાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા જીવનમાં ક્યાંક ને ક્યાંક કંઈક અધૂરું છે. જેમ જેમ તમે મોટા થાઓ છો, તમે તમારા વિશે સત્ય સ્વીકારવાનું શરૂ કરો છો. એવા ઘણા સપના છે જે તમે સાકાર નહીં થાય અને તમે તેમની સાથે સંમત થાઓ છો. માતૃત્વ પણ મારા માટે તેમાંથી એક છે. અંડાશયનું કેન્સર હોવાથી માતૃત્વ અઘરું હતું. માતા ન બની શકવાનું દુઃખ મને થયું પણ હવે હું મારી જાતને કહ્યું છું કે જે ગયું તે ગયું, જે છે તેનો હું આનંદ લઉં.
અભિનેત્રીએ આગળ કહ્યું મેં બાળકને દત્તક લેવા વિશે ઘણું વિચાર્યું. મને સમજાયું કે હું ખૂબ જ સરળતાથી અસ્વસ્થ થઈ જાઉં છું, હું ખૂબ જ સરળતાથી ચિંતિત થઈ જાઉં છું. તેથી ઘણી અસંમજસ બાદ મેં એ હકીકત સાથે સમાધાન કર્યું કે હું ગોડમધર બનીશ. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે મારા વૃદ્ધ માતાપિતા છે, જેમને હું ખૂબ પ્રેમ કરું છું. હવે હું વારંવાર કાઠમંડુ જઉં છું અને તેમની સાથે સમય પસાર કરું છું અને તે મને ખુશ કરે છે.
મનીષા કોઈરાલાએ વર્ષ 2010માં નેપાળી બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 6 મહિના બાદ જ તેમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને માત્ર 2 વર્ષમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા. અભિનેત્રી કેન્સરની બીમારીને કારણે ઘણો સમય ફિલ્મી દુનિયાથી દૂર રહી. તેણે થોડા સમય પહેલા વાપસી કરી અને હવે સારી ભૂમિકા નિભાવી રહી છે.