Bollywood: આ ડિરેક્ટરે Manisha Koiralaના અભિનયને પહેલા વખોડ્યો હતો, પણ પછી મુંબઈ સમાચાર

Bollywood: આ ડિરેક્ટરે Manisha Koiralaના અભિનયને પહેલા વખોડ્યો હતો, પણ પછી

Manisha Koirala બોલીવૂડનું જાણીતું નામ છે. બીમારીને કારણે બ્રેક લીધા બાદ અભિનેત્રી ફરી રૂપેરી પડદે એક્ટિવ થઈ ગઈ છે. સુભાષ ઘઈની ફિલ્મ સૌદાગરથી જાણીતી થયેલી આ ઈલુ ઈલુ ગર્લ ઘણી સારી ફિલ્મો આપી ચૂકી છે. મનીષાની કરિયરની એક ઘણી સારી ફિલ્મ વિશે તેણે હમાણા એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આર.ડી બર્મન R. D. Barmanની સંગીતકાર તરીકેની છેલ્લી ફિલ્મ એવી 1942-A Love storyનો આ કિસ્સો મનીષાએ કહ્યો જે ફેન્સને માન્યામાં આવતો નથી.

મનીષાના કહેવા અુનસાર આ ફિલ્મ માટે તે જ્યારે ઓડિશન માટે ગઈ ત્યારે 1942-A Love storyના ડિરેક્ટર VidhuVinod Chopdaને તેનું કામ જરાપણ ગમ્યું ન હતું. મનીષાને તેણે મોઢા પર કહી દીધું હતું કે તારો અભિનય સારો નથી અને તું ખરાબ અભિનેત્રી છો. મનીષાએ આ વાતથી નિરાશ ન થતાં ચોપરા પાસેથી બે દિવસનો સમય માંગ્યો. તે સ્ક્રીપ્ટ ઘેર લઈ ગઈ. સ્ક્રીપ્ટ વાંચી. આ તેની ત્રીજી કે ચોથી ફિલ્મ હતી. મનીષાએ કહ્યું કે મને સારી એક્ટિંગ કે ખરાબ એક્ટિંગ વિશે કંઈ ખબર ન હતી. મેં સ્ક્રીપ્ટ અનુરૂપ ઓડિશન આપ્યું ને વિધુ વિનોદ ચોપરાએ મને આ ફિલ્મમાં સાઈન કરી.


આ પિરિયોડિકલ ફિલ્મનું સંગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. આર.ડી. બમર્નની આ છેલ્લી ફિલ્મ હતી, જે યાદગાર નિવડી. મનીષા થોડા સમય પહેલા સંજય દત્તની બાયોપીક સંજુમાં નરગિસ દત્તના રોલમાં જોવા મળી હતી. હવે તે સંજય લીલા ભણસાલીની હીરામંડી વેબ સિરિઝમાં જોવા મળી છે.

Back to top button