મનોરંજન

મંદિરા બેદીનો નવો લૂક વાઈરલ, યૂઝર્સે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા

મુંબઈ: અભિનેત્રી કમ એન્કર મંદિરા બેદી છેલ્લા અનેક સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી, પણ તે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ચાહકો વચ્ચે એક્ટિવ રહે છે. પોતાના લૂક અને ફિટનેસને કારણે મંદિરા બેદી આજે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય અભિનેત્રી તરીકે જાણીતી છે. જોકે તાજેતરમાં મંદિરા બેદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેનો લૂક એકદમ જ અલગ દેખાઈ રહ્યો છે, જ્યારે તેને જોઈને લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી હતી.

મંદિરા બેદીને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તેની વધતી ઉંમર અંગે વાત કરી હતી. મંદિરા બેદીએ કહ્યું હતું કે ડોન્સ એજ વિથ ગ્રેસ.. એજ વિથ ઓડેસિટી એન્ડ સ્ટોરી ઓ ઝેડ ટુ ટેલ એવું મોટિવેશનલ ક્વોટ મંદિરાએ આ વીડિયોમાં લોકોને આપ્યું હતું. જોકે આ વીડિયોમાં મંદિરા એકદમ જુદી જ દેખાઈ રહી છે, જેથી લોકોનું તેની વાતો કરતાં તેના ચહેરા પર વધારે ધ્યાન ગયું હતું.

આ વીડિયોમાં મંદિરાનો ચહેરો એકદમ હટકે જોવા મળે છે, જેથી તેણે ફેસ સર્જરી કરવી હોઈ શકે છે એવી કમેન્ટ લોકો કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે તમારો ચહેરો આજે અલગ દેખાઈ રહ્યો છે. તો બીજા એ લખ્યું કે તમે આ શું કરી લીધું, તમે પહેલા કેટલા સુંદર હતા. આ સાથે અનેક લોકોએ તમારી સર્જરીમાં કંઈક તો ગડબડ થઈ છે, એવું પણ લખી રહ્યા છે. જોકે મંદિરાએ કોઈ સર્જરી કરાવી છે કે નહીં એ બાબતે કોઈ પણ માહિતી તેણે આપી નહોતી.

મંદિરા બેદીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે અનેક ટીવી સિરિયલ અને ફિલ્મોમાં જોરદાર પર્ફોર્મન્સ આપ્યું છે, પણ બૉલીવુડમાં મંદિરાને શાહરુખ ખાન અને કાજોલની સુપર હીટ ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનિયાં લે જાએંગે’થી મળી હતી, અને તે પછી મંદિરા અનેક શો ફિલ્મો અને શોમાં પણ જોવા મળી હતી. આ સાથે તેણે ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી કરી છે. 2021માં મંદિરાના પતિનું મૃત્યુ થયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button