ટોપલેસ ફોટોશૂટ વખતે મમતા કુલકર્ણી હતી ફક્ત આટલા જ વર્ષની…

બોલીવુડની ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીનું જીવન હંમેશા વિવાદોમાં જ રહ્યું છે. બોલીવુડની તે એક સમયે બોલ્ડ એક્ટ્રેસ તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ તે ડ્ર્ગ્સ અને અંડરવર્લ્ડની જાળમાં ફસાઈ ગઈ હતી. જોકે, બાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવી હતી. હવે ફરી એક વખત તે મહાકુંભમાં ચર્ચામાં આવી છે.
Also read : અભિનેત્રી મમતા કુલકર્ણી સાધ્વી બની ગઈ, જુઓ વાઈરલ તસવીરો

કિન્નર અખાડામાં તેને આપવામાં આવેલા મહામંડલેશ્વરના ખિતાબને કારણે તે ફરી વિવાદમાં સપડાઇ છે અને આ વિવાદ અત્યારે પરાકાષ્ઠાએ છે એવા સમયે મમતા કુલકર્ણીની જૂના અનેક વિવાદો પણ બહાર આવી રહ્યા છે, જેમાં તેનું સેમી ન્યુડ ફોટોશૂટ પણ ચર્ચામાં છે. મમતાએ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં તેની પર્સનલ, પ્રોફેશનલ લાઇફ અને વિવાદો અંગે ચર્ચા કરી હતી.
મમતાની બોલિવૂડ કરિયરમાં વિવાદાસ્પદ છે તેનું સેમીન્યુડ ફોટોશૂટ. 80-90ના દાયકામાં આવું ફોટોશૂટ કરાવનાર તે પહેલી અભિનેત્રી હતી. ઇન્ટરવ્યુમાં જ્યારે મમતાને સવાલ કરવામાં આવ્યો કે ભૂતકાળમાં તેણે સેમી ન્યુડ ફોટોશૂટ કરીને મેગેઝિનના કવર પર ટોપલેસ ફોટો કેમ આપ્યો હતો.

આ સવાલના જવાબમાં મમતાએ જણાવ્યું હતું કે એ સમયે તે નવમા ધોરણમાં ભણતી હતી અને ઘણી માસુમ હતી અને સેક્સ અંગે કશું જ નહોતી જાણતી. એ વખતે તેને હોલિવૂડ સ્ટાર ડેમી મૂરનું આવું ફોટોશૂટ બતાવવામાં આવ્યું હતું, તેથી તેને એ સમયે કંઇ ખોટું નહોતું લાગ્યું.
Also read : ડ્રગ ડિલર સાથે કેવા હતા સંબંધો, મમતા કુલકર્ણીએ કર્યા ખુલાસા
મમતાનું આ ફોટોશૂટ ઘણું જ ફેમસ થઇ ગયું હતું. ત્યાર બાદ તેણે વિકી ગોસ્વામી સાથે વગ્ન કરી લીધા અને બોલિવૂડને બાયબાય કરી દીધું હતું. હવે ભારત આવીને તેણે મેરેજની વાતો નકારી કાઢી છે અને જણાવ્યું છે કે તેના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે.