હેં, Mallika Sherawat નથી મલ્લિકાનું સાચું નામ, તો શું છે?
બોલીવૂડમાં પોતાની બોલ્ડનેસથી ખ્યાતિ પામેલી મર્ડર ગર્લ મલ્લિકા શેરાવત (Mallika Sherawat) આજે ભલે ખાસ કોઈ પરિચયની મોહતાજ નથી, પરંતુ ખૂબ જ ઓછા લોકો એ વાત જાણે છે મલ્લિકા શેરાવતનું સાચું નામ મલ્લિકા શેરાવત નથી. તમે પણ ચોંકી ગયા ને? મનમાં સવાલ પણ થયો હશે કે જો મલ્લિકાનું સાચું નામ મલ્લિકા નથી તો શું છે, ચાલો તમને એ વિશે જણાવીએ-
મલ્લિકા શેરાવત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલાં બીજા નામે આવી હતી. ગઈકાલે જ મલ્લિકા શેરાવતે પોતાનો 48મો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. 24મી ઓક્ટોબર, 1946ના હરિયાણાના જાટ પરિવારમાં મલ્લિકાનો જન્મ થયો અને તેનું રિયલ નેમ રીમા લાંબા છે. પરંતુ પરિવાર રીમા લાંબાના ફિલ્મમાં કામ કરવાના વિરોધમાં હતો. મલ્લિકાના પિતા તો તેને સરકારી ઓફિસર બનાવવા માંગતા હતા.
પોતાનું સપનું પૂરું કરવા માટે મલ્લિકાએ ઘર છોડી દીધું અને મુંબઈ આવી ગઈ. અહીં આવીને તેણે પોતાનું નામ બદલી નાખ્યું અને રીમા લાંબા બની ગઈ મલ્લિકા શેરાવત. મલ્લિકાએ પોતાની માતાની સરનેમ અપનાવી અને મોડેલ તરીકે કરિયરની શરૂઆત કરી. ફિલ્મ જિના સિર્ફ મેરે લિયેમાં તેને એક નાનકડો રોલ મળ્યો. 2003માં આવેલી ફિલ્મ ખ્વાહિશમાં મલ્લિકાએ કિસિંગ સીન કર્યો અને એને કારણે તે ખૂબ જ ચર્ચામાં આવી. ત્યાર બાદ તેને ફિલ્મ મર્ડરમાં રોલ ઓફર કરાયો અને બસ પછી તો તેણે ક્યારેય પાછા વળીને જોયું જ નથી.
મલ્લિકા આજે ભલે ફિલ્મો અને લાઈમલાઈટથી દૂર હોય, પણ તેનું નામ આવે એટલે આંખો સામે એક હસતો, માદક આંખોવાળો હેપ્પી હેપ્પી ફેસ ચોક્કસ જ તરવરવા લાગે. મલ્લિકા શેરાવત સિવાય પણ અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓએ ફિલ્મી દુનિયામાં આવ્યા બાદ પોતાના નામ બદલીને નામ અને શોહરત બંને કમાવ્યા છે.