મલ્લિકા શેરાવતે પોતાના બ્રેકઅપની વાત કરીને કહી મોટી વાત…
બોલીવુડની હોટ અભિનેત્રી મલ્લાઈક અરોરાના અર્જુન કપૂર સાથેના બ્રેક અપના અહેવાલો વચ્ચે વધુ એક અભિનેત્રી મલ્લિકા શેરાવતે પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું હોવાના સમાચાર મળ્યા છે. ૪૮ વર્ષની અભિનેત્રીએ કહ્યું કે આગામી બે દાયકા સુધી આ ઈન્ડસ્ટ્રીમાં રહેશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે દિલ્હી, મુંબઈ અને લોસ એન્જલસમાં ફરે છે. મલ્લિકાએ પોતાના કામથી લઈને અફેર-બ્રેકઅપ સુધીની દરેક વાતો દિલ ખોલીને કરી હતી. છેલ્લે એટલે સુધી કહ્યું હતું કે હવે યોગ્ય માણસ મળવો મુશ્કેલ છે.
આ પણ વાંચો : Happy Birthday: 46ની આ કૉન્ટ્રોવર્સી ક્વિને ચાર નામ બદલ્યા
મલ્લિકા શેરાવતે પોતાની જાતને સિંગલ જાહેર કરી હતી. પોતે કોઈની સાથે રિલેશનશિપમાં હોવાનું કહ્યું હતું પણ આજે બ્રેકઅપ થઈ ગયું છે. તેના કહેવા પ્રમાણે, તે તેના અંગત જીવનમાં યોગ્ય માણસની શોધમાં છે. ‘આજના જમાનામાં સક્ષમ માણસ મળવો મુશ્કેલ છે.’ મલ્લિકા ફ્રેન્ચ નાગરિક સિરિલ ઓક્સેનફેન્સને ડેટ કરતી હતી, પરંતુ આજે કોઈ સંબંધ રહ્યા નથી અને હવે તેના વિશે વાત કરવા પણ ઈચ્છતી નથી એમ જણાવ્યું હતું.
મલ્લિકા શેરાવતે કહ્યું કે તેનો ઈરાદો જૂની પરંપરાઓને તોડવાનો છે. બોલીવુડમાં એવી માન્યતા છે કે એકવાર અભિનેત્રી તેની યુવાનીમાં તેની કારકિર્દીની ટોચ પર પહોંચી જાય, પછી તેના માટે બીજી કોઈ તક બાકી રહેતી નથી. તે ગુમનામ જીવનમાં ખોવાઈ જાય છે. આ જ વાત હું બદલવા માંગુ છું. બે દાયકા કરતાં વધુ સમય થઈ ગયો છે અને હું હજી પણ દિગ્દર્શકોની લેખન શૈલી પ્રમાણે યોગ્ય નથી. આ જૂની વિચારસરણી છે. જે લોકો કહે છે કે મલ્લિકા નકામી છે. તેની વિચારસરણી પોતે જ નકામી છે. કારણ કે હું છું, હું હતી અને રહીશ.
મલ્લિકા શેરાવતે કહ્યું કે લોકોને કોઈનું પતન જોવાની મજા આવે છે, પરંતુ લોકો તેની પાસેથી આ ખુશી નહીં લઇ શકે. અભિનેત્રીએ કોઈ પ્લાસ્ટિક સર્જરી બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવ્યાનો પણ ઇન્કાર કર્યો. તેણે કહ્યું કે આજે પણ તે બિલકુલ એવી જ દેખાય છે જેવી તે મર્ડરમાં દેખાતી હતી. તે ખૂબ જ શિસ્તબદ્ધ જીવન જીવે છે અને સમયસર સૂઈ જાય અને દારૂ કે સિગારેટ નથી પીતી પરંતુ દરેક આવું ન કરી શકે.
આ પણ વાંચો : અર્જુન કપૂર બાદ હવે મલાઈકા અરોરાએ પણ રિલેશનશિપ સ્ટેટસ જણાવ્યું
મલ્લિકા શેરાવતે કહ્યું કે તે પોતાની શરતો પર જીવન જીવે છે. લોકો શું કહે છે તેની તેને પરવા નથી. તે સમયની વિરુદ્ધ ઊભી છે. જો તે આજે સ્ટારડમના નશામાં ધૂત એવા નવા ચહેરાઓને ૨૦ વર્ષ પછી મળશે તો પણ તે બિલકુલ એવી જ દેખાશે. મેકઅપ વિના, એકવડિયા શરીર સાથે પ્લાસ્ટિક સર્જરી વિનાના ચહેરા સાથે.