B-Townની આ બોલ્ડ બેબ બની હતી Casting Couchનો શિકાર અને…

મુંબઈઃ Bollywood And Casting Couchનો સંબંધ તો જાણે ચોલી દામનનો સાથ છે. કેટલાય વર્ષોથી બોલીવૂડમાં આ ડર્ટી ગેમ રમાઈ રહી છે. ક્યારે ડિરેક્ટર, ક્યારેક પ્રોડ્યુસર તો ક્યારેક હીરો નેમ અને ફેમ અપાવવાના નામે એક્ટ્રેસ પાસેથી અણછાજતી ડિમાન્ડ કરતાં હોય છે. આ જ કારણસર ઈન્ડસ્ટ્રીને મળનારી પ્રતિભાઓ અકાળે ખોવાઈ ગઈ… આજે આપણે અહીં આવી જ એક બોલીવૂડની બ્યુટીફૂલ એન્ડ બોલ્ડ બેબ વિશે વાત કરીશું કે જે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે અને તેણે અનેક ફિલ્મોથી હાથ ધોવો પડ્યો હતો.
આ એક્ટ્રેસ છે મલ્લિકા શેરાવતે (Mallika Sherawat) થોડા સમય પહેલાં જ જણાવ્યું હતું કે કાસ્ટિંગ કાઉચને કારણે એનું કરિયર ચોપટ થઈ ગયું હતું અને તેની પાસેથી એક-બે નહીં ડઝનના હિસાબે રોલ છીનવીને બીજી એક્ટ્રેસને આપવામાં આવ્યા છે. 21 વર્ષ પહેલાં ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનારી મલ્લિકા 2003માં ખ્વાહિશ ફિલ્મમાં જોવા મળી અને એના એક વર્ષ બાદ મર્ડર ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મની સક્સેસે મલ્લિકાને રાતોરાત સ્ટાર બનાવી દીધી પણ કાસ્ટિંગ કાઉચ નામના રાક્ષસે તેની સ્ટારડમને ભરડામાં લીધી અને એને કારણે તેના હાથમાંથી એક પછી એક અનેક ફિલ્મો જતી રહી છે.
મલ્લિકાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે જો હીરો તમને રાતે ત્રણ વાગ્યે કોલ કરીને કહે છે કે મારા ઘરે આવી જા… જો તમે એ સર્કલમાં છો અને ફિલ્મ કરી રહ્યા છો તો તમારે જવું પડશે. જો તમે નહીં જાવ તો તમને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવશે. હું કોમ્પ્રોમાઈઝ કરવામાં નથી માનતી અને આ જ કારણે મારા હાથમાંથી એક પછી એક એમ 65-66 ફિલ્મો નીકળી ગઈ.
અત્રે ઉલ્લેખનીય છે કે મર્ડર પછી મલ્લિકાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું પણ દરેક ફિલ્મમાં તે સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે જ જોવા મળી અને તેની કરિયર એક્સપ્રેસ પરી ક્યારેય પાટા પર ફૂલ સ્પીડમાં નહીં દોડી શકી…