મનોરંજન

મલ્હાર ઠાકર અને પૂજા જોશી નથી બનવાના પેરેન્ટ્સ, અલગ ટાઈપની ગુડ ન્યુઝ શેર કર્યા ફેન્સ સાથે…

ગુજરાતના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશીએ સોશિયલ મીડિયા છેલ્લાં બે-ત્રણ દિવસથી સસ્પેન્સ ક્રિયેટ કરતાં અને વીડિયો શેર કર્યા હતા. આ વીડિયોમાં બંને જણ કોઈ ગુડ ન્યુઝ શેર કરવાની, ગેસ્ટ લિસ્ટ તૈયાર કરવા જેવી વાતો કરતાં જોવા મળ્યા હતા અને 28મી જૂનના તેઓ આ સસ્પેન્સ પરથી પડદો ઉઠાવવાના હતા. કપલ્સના આ વીડિયોને કારણે ફેન્સમાં એવી વાતો શરૂ થઈ ગઈ હતી કપલના જીવનમાં કોઈ ત્રીજાની એન્ટ્રી થઈ રહી છે અને શુભેચ્છાઓના મેસેજ પણ વીડિયોના કમેન્ટ બોક્સમાં જોવા મળી રહ્યા હતા, પરંતુ આજે જ કપલે વીડિયો શેર કરીને આ બાબતે ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું છે આ ખુલાસો-

પૂજા જોશી અને મલ્હાર ઠાકરે બેમાંથી ત્રણ થવાની અને નવા ચેપ્ટરની શરૂઆત જેવી હિન્ટ આપતા વીડિયો શેર કરતાં ફેન્સે એવી અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું કે કપલના ઘરમાં નાનકડા મહેમાનની કિલકારીઓ ગુંજવા જઈ રહી છે. કેટલાક લોકોએ તો તેમને શુભેચ્છા આપતા મેસેજ પણ કમેન્ટ બોક્સમાં મૂક્યા હતા. હવે કપલે આ બાબતે ખુલાસો કરતો વીડિયો શેર કર્યો છે.

આજે મલ્હાર અને પૂજાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી વીડિયો શેર કરીને આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેઓ 28મી જૂનના નવું કેફે શરૂ કરવા જઈ રહ્યા છે. વીડિયો શેર કરવાની સાથે કપલે કેપ્શનમાં લખ્યું છે કે આખરે અમારી મહેનત અને મજૂરીનું પરિણામ આવી ગયું છે અને અમે લોકો 28મી જૂનના તમારા માટે એક સુંદર સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે જેનું નામ છે કૂફીફેફે.

આ તો કોથળામાંથી બિલાડું કાઢવા જેવી ગત થઈ કહેવાય. ફેન્સ તો એ વાતે ખુશ થઈ ગયા હતા કે તેમનું ફેવરેટ કપલ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે, પણ આ મલ્હાર અને પૂજાએ તો ભારે કરી ભાઈસાબ. પણ આ તો બંને જણે પોતાનું સપનું સાકાર કરતાં એક નવું વેન્ચર ઊભું કર્યું કર્યું છે એની એનાઉન્સમેન્ટ હતી આ તો. અત્રે ઉલ્લેખનીય છે બંને જણ ગુજરાતી ફિલ્મોના જાણીતા ચહેરા છે અને તેમણે નવેમ્બર, 2024માં લગ્ન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button