Malaika Arroraએ કરી બીજા લગ્નની જાહેરાત? કોણ છે એ લકી મેન?

Malaika Arrora ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેને કોઈ વિશેષ પરિચયની જરૂર નથી અને હવે મલાઈકાને લઈને જ એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર મલાઈકા અરોરાના લગ્ન સંબંધિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ અઠવાડિયા અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શૂરા ખાન સાથે લગ્ન કરી લીધા હતા અને હવે મલાઈકાએ પણ પોતાના લગ્નને લઈને એવી વાત કહી છે કે જે સાંભળીને બધા ચોંકી ઉઠ્યા છે.
હાલમાં મલાઈકા ડાન્સ રિયાલિટી ટીવી શો ઝલક દિખલા લા જા-11માં જજ તરીકે જોવા મળી રહી છે અને આ શોમાં લોકો કો-જજ ફરાહ ખાન સાથેના મલાઈકા અરોરાના મસ્તી-મજાક અને પ્રેમભર્યા સંબંધોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પરંતુ હવે મલાઈકાએ પોતાની પર્સનલ લાઈફને કારણે એકદમથી લાઈમલાઈટમાં આવી ગઈ છે અને એના કારણનો ખુલાસો શોના અપકમિંગ પ્રોમોમાં કરવામાં આવ્યો છે.
વાત જાણે એમ છે કે શોના રિલીઝ કરવામાં આવેલા પ્રોમોમાં દેખાડવામાં આવ્યું છે કે ફરાહ ખાન મલાઈકાને ખૂબ જ સિરીયસ પણ એક મજેદાર સવાલ કરે છે. ફરાહ મલાઈકાને પૂછે છે કે 2024માં તુ સિંગલ પેરેન્ટ કમ એક્ટ્રેસથી ડબલ પેરેન્ટ કમ એક્ટ્રેસ બનવા જઈ રહી છે? જેના જવાબમાં મલાઈકા કરે છે કે એટલે મને શું ફરી કોઈને એડોપ્ટ કરવું પડશે. મલાઈકા કહે છે કે આનો મતલબ શું છે? જેના જવાબમાં ગૌહર ખાન એવું કહેતી સાંભળવા મળે છે કે આનો અર્થ એવો છે કે શું તું લગ્ન કરવા જઈ રહી છે?
મલાઈકાએ ગૌહરના સવાલના જવાબમાં કહ્યું કે જો કોઈ છે તો હું 100 ટકા લગ્ન કરીશ તો ફરાહ ખાને કહ્યું કોઈ છે એટલે? ઘણા બધા લોકો છે. મલાઈકાએ ફરાહનો ડાઉટ દૂર કરતાં કહે છે કે જો કોઈ મને લગ્ન માટે પૂછશે તો હું ચોક્કસ લગ્ન કરીશ.
મલાઈકાની આ સ્પષ્ટતાની સામે ફરાહ પાછો સવાલ કરે છે એટલે કોઈ પણ પૂછશે તો તું લગ્ન માટે હા પાડી દઈશ? શોના જજ વચ્ચેનું આવું કન્વર્સ્ટેશન સાંભળીને હાજર દર્શકો એકદમ પેટ પકડીને હસી પડે છે. મલાઈકાએ તો જે કહેવાનું હતું એ કહી દીધું પણ હવે મલાઈકાના આ વિચારો સાંભળીને અર્જુન શું રિએક્શન આપે છે એ જોવા જેવી વાત છે…