મનોરંજન

તો શું મલાઈકા અરોરાના સાવકા પિતા હતા અનિલ મહેતા? તો એના રિઅલ પિતા કોણ….

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના પિતાના નિધનના સમાચારે સમગ્ર મનોરંજન ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. દરમિયાન, માહિતી સામે આવી છે કે અનિલ મહેતા મલાઈકાના સાચા પિતા નહીં પરંતુ તેના સાવકા પિતા હતા. બંનેની ઉંમરમાં માત્ર 11 વર્ષનો તફાવત છે. તો પછી મલાઈકા અરોરાના અસલી પિતા કોણ છે? આ પ્રશ્ન દરેકના મનમાં ચાલી રહ્યો છે. મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના નિધનથી આવા અનેક સવાલો સામે આવ્યા છે. એક મહત્વનો સવાલ એ હતો કે જ્યારે મલાઈકાના પિતાનું નામ અનિલ મહેતા છે તો પછી તેનું નામ મલાઈકા અરોરા કેવી રીતે થઈ ગયું? આ ઉપરાંત અનિલ મહેતાનો જન્મ 11 ફેબ્રુઆરી 1962ના રોજ થયો હતો. જ્યારે, મલાઈકા અરોરાનો જન્મ 23 ઓક્ટોબર 1973ના રોજ થયો હતો. આ રીતે બંનેની ઉંમરમાં માત્ર 11 વર્ષનો જ તફાવત છે, જે કેવી રીતે શક્ય બને. આવા ઘણા સવાલો લોકોના મનમાં ચાલી રહ્યા છે. ચાલો જાણીએ કે મલાઈકા અરોરાના અસલી પિતા કોણ હતા, તેમણે ક્યારે તેની માતાથી છૂટાછેડા લીધા અને મલાઈકાની માતાના જીવનમાં અનિલ મહેતા ક્યારે આવ્યા.

મલાઈકા અરોરાએ પોતે માહિતી આપી છે કે તેના પિતાનું નામ અનિલ કુલદીપ મહેતા છે, કારણ કે તેમની કથિત આત્મહત્યા બાદ મીડિયામાં તેમનું નામ અનિલ અરોરા તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું હતું. પરંતુ મલાઈકા અરોરાની પોસ્ટ સામે આવતા જ બધાએ અનિલ મહેતાનું નામ લખવાનું શરૂ કરી દીધું. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે મૃત્યુ પામનાર મલાઈકા અરોરાના પિતાનું નામ અનિલ અરોરા નહીં પણ અનિલ મહેતા હતું. આ સાથે જ સોશિયલ મીડિયા પર પિતા-પુત્રીની ઉંમરને લઈને પણ સવાલો થવા લાગ્યા. ત્યાર બાદ એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનિલ મહેતા મલાઇકાના સાવકા પિતા હતા.

Also Read: મલાઈકા-અમૃતા પિતા અનિલ અરોરાના ઘરે પહોંચી; અર્જુન કપૂર, ખાન પરિવાર પણ હાજર…

મલાઈકાની માતા જોયસ પોલીકાર્પ અગાઉ એક મીડિયા સંસ્થાની માર્કેટિંગ ટીમમાં કામ કરતી હતી. તે દરમિયાન તેના લગ્ન અરોરા નામની વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન પછી, જોયસે બે પુત્રીઓને જન્મ આપ્યો, મલાઈકા અને અમૃતા અને તેમના નામ સાથે તેના પ્રથમ પતિની અટક લખવાનું શરૂ કર્યું. તે જોયસ પોલીકાર્પમાંથી જોયસ અરોરા બની. ત્યારપછી મલાઈકા અને અમૃતા પણ એ જ સરનેમ સાથે સ્કૂલમાં પહોંચ્યા અને અત્યાર સુધી તેમની સાથે અરોરા સરનેમ જ જોડાયેલી છે.

જ્યારે મલાઈકા અરોરા નાની હતી ત્યારે જોયસે અરોરા અટક ધરાવતી વ્યક્તિથી છૂટાછેડા લીધા હતા અને મલાઈકા અરોરાએ ઘણા ઈન્ટરવ્યુમાં આ છૂટાછેડાનો ઉલ્લેખ કર્યો છે. જોયસે અરોરાથી છૂટાછેડા લીધા પછી ફરીથી પોલીકાર્પ અટક અપનાવી છે, પણ મલાઇકા અને અમૃતાની અટક આજે પણ અરોરા છે. અરોરા સાથે ડિવોર્સ બાદ અનિલ મહેતાનો જોયસના જીવનમાં પ્રવેશ થયો. જોયસે લાંબા સમય બાદ અનિલ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારથી બંને સાથે રહેતા હતા.
એમ કહેવાય છે કે અનિલ મહેતા મલાઈકા અને અમૃતાને ખૂબ પ્રેમ કરતા હતા. આ કારણોસર તેઓ તેમના સાવકા પિતા હોવાનો મુદ્દો ક્યારેય ઊભો થયો નથી. મલાઇકા અને અમૃતા પણ તેમને પિતાની જેમ માન આપતી હતી અને પ્રેમ કરતી હતી. મલાઇકા ઘણીવાર તેમની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તો હવે એ ખુલાસો થઇ ગયો છે કે અનિલ મહેતા મલાઇકા, અમૃતાના સાવકા પિતા હતા. અરોરાની અટક તેના રિઅલ પિતાની છે, જેમના નામ વિશે પણ કોઇ માહિતી મળી નથી અને તેમની કોઇ તસવીર પણ મળી નથી.

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…