મનોરંજન

કરિના કપૂર અને અર્જૂન કપૂર આખી રાત રહ્યા મલાઈકા સાથે

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી અને મોડેલ મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું ગઈકાલે મૃત્યુ થયું. તેમનું મોત એક અકસ્માત હતો કે આત્મહત્યા તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પિતાની આવી રીતે થયેલી વિદાય બન્ને દીકરાઓ માટે ખૂબ જ વસમી સાબિત થઈ રહી છે.

ગઈકાલે પિતા જે જગ્યા પર પડી મૃત્યુ પામ્યા હતા ત્યાં લોહીના ડાઘ જોઈ નાની દીકરી અમૃતા અરોરા હેબતાઈ ગઈ હતી અને પડી ભાંગી હતી. અમૃતા ખૂબ જ રડી હતી જ્યારે મલાઈકા પુણેથી પિતાના ઘરે આવ્યા બાદ સતત આઘાતમાં છે. આ સમયે તેની બેસ્ટ ફ્રેન્ડ્સ કરિના કપૂર અને કરિશ્મા કપૂર સતત તેમની સાથે રહ્યા હતા.

કરિનાએ તેના બધા વર્ક કમિટમેન્ટ્સ રદ કરી નાખ્યા હોવાના મીડિયા અહેવાલો છે. તે આખી રાત મલાઈકા અને પરિવાર સાથે રહી હતી. જ્યારે મલાઈકાનો બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર પણ મોડી રાત સુધી ત્યાં જ હતો. અર્જૂન સાથેના મલાઈકાના સંબંધો હાલમાં વિવાદમાં છે, પરંતુ આ દુઃખની ઘડીમાં તેણે મલાઈકા અને સાથે ઘરે આવતા મહેમાનોને સંભાળ્યા હતા.

મલાઈકાના પિતાના મોતના સમાચાર બાદ તરત જ અકબાઝ ખાન અને તેના પરિવારના સભ્યો તેમના આયેશા અપાર્ટમેન્ટ બહાર લાંબો સમય સુધી જોવા મળ્યા હતા. નેહા ધુપિયા પણ તેમના ઘરે આવી હતી. મલાઈકાએ સૌને પ્રાઈવેસી આપવા વિનંતી કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર પૉસ્ટ કરી હતી.

મળતી માહિતી અનુસાર મલાઈકાની માતા આ એપાર્ટમેન્ટમાં સેમ ફ્લોર પર રહેતી હતી અને તેમનાં જણાવ્યા અનુસાર અનિલ મહેતા તેમને રોજ સવારે ગૂડં મોર્નિંગ વિશ કરવા આવતા હતા, પરંતુ ગઈકાલે તે આવ્યા ન હતા. આગલા દિવસે પિતાએ બન્ને દીકરીઓ સાથે અલગ અલગ વાત કરી હતી અને પોતે બીમારીથી પરેશાન હોવાનું અને થાકી ગયા હોવાનું કહ્યું હતું. જોકે પિતા જિંદગીથી થાકી ગયા હોવાનું કહે છે તે બન્ને દીકરીઓને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો.

પોલીસ આ અકસ્માત હતો કે આત્મહત્યા તે દિશામાં તપાસ કરી રહી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button