51 વર્ષની એક્ટ્રેસે વ્હાઈટ બેકલેસ ડ્રેસમાં દેખાડી એવી અદાઓ કે…

બોલીવૂડની છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. 51 વર્ષીય મલાઈકા અરોરા પોતાની સ્ટાઈલ અને ફિટનેસથી ફેન્સને ઘેલું લગાવે છે. મલાઈકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ક્યારે સાડી-સૂટ તો ક્યારેક વેસ્ટર્ન આઉટફિટમાં મલાઈકા અરોરાના ફોટોશૂટના ફોટો વાઈરલ થતા હોય છે. હાલમાં 22 વર્ષના દીકરાની મધર એવી મલાઈકાએ બેકલેસ ડ્રેસમાં કાતિલ અદાઓવાળા ફોટોશૂટના ફોટો પોસ્ટ કર્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વલાઈરલ થઈ રહ્યા છે.
આવો જોઈએ શું છે ખાસ મલાઈકાના આ લૂકમાં…
સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાના આ બેકલેસ ડ્રેસવાળા ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. વાત જાણે એમ છે મલાઈકા અરોરા હાલમાં એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા પહોંચી હતી. સફેદ ડ્રેસમાં મલાઈકાએ જેવી એન્ટ્રી લીધી કે હાજર તમામ લોકોની નજર તેના પર જ અટકી ગઈ હતી. બેકલેસ ડ્રેસમાં મલાઈકા એકદમ હુસ્ન પરી લાગી રહી હતી.
મલાઈકાએ આ ઈવેન્ટમાં હેલ્સાના જર્સી ડ્રેસ પર પસંદગી ઉતારી હતી અને આ સુંદર આઉટફિટમાં મલાઈકા એકદમ પરી જેવી લાગી રહી હતી. પરફેક્ટ ફિગર અને અદાઓ દેખાડીને પેપ્ઝને પોઝ આપ્યા હતા. વાત કરીએ આ ડ્રેસની કિંમતની તો ઈન્ટરનેટ પર આ ડ્રેસની કિંમત 36,929.39 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
મલાઈકાના આ ગ્લેમરસ ડ્રેસના સિમ્પલ રાઉન્ડ નેકલાઈન આપવામાં આવી છે અને ફ્રન્ટમાં પ્લીટેડ પેટર્ન બેલુન સ્ટાઈલ બેગી લૂક આપવામાં આવ્યો છે. હાફ સ્લીવ્ઝને પ્લીટેડ બનાવીને સાઈડ બેકથી જોડવામાં આવ્યો છે જ્યારે બ્લેક બો ડિટેઈલિંગ્સે તેમાં ટ્વીસ્ટ લાવવાનું કામ કર્યું હતું. જોકે, હસીનાના આ લૂકમાં ડ્રામેટિક ટ્વીસ્ટ લાવવાનું કામ કર્યું હતું તેના બેકલેસ લૂકે. આ બેકલેસ આઉટફિટમાં મલાઈકાએ પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી.
મલાઈકાએ આ સુંદર લૂક સાથે નો જ્વેલરી લૂક કેરી કર્યો છે. તેણે બ્લેક ગ્લવ્ઝ પર ગ્રીન જેમસ્ટોનવાળી સ્ટાઈલિશ રિંગ પહેરી હતી અને એને કારણે લોકોનું ધ્યાન ડ્રેસ પર જ રહ્યું હતું. નેટિઝન્સે મલાઈકાના આ ફોટો પર લોકો કમેન્ટ અને લાઈક્સ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. તમે પણ મલાઈકાના આ વાઈરલ ફોટો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
આપણ વાંચો : ફિટનેસ ક્વીન મલાઈકા અરોરાએ મલેશિયામાં ‘ફિટનેસની ઐસીતૈસી’ કેમ કરી?