Malaika Aroraએ કચરો ઉઠાવીને ડસ્ટબિનમાં ફેંક્યો, ટ્રોલ કરીને પૂછ્યા સવાલ?
મુંબઈઃ સોશિયલ મીડિયા સેન્સેનલ સ્ટાર મલાઈક અરોરા (Malaika Arora) વિના ફિલ્મો કે મોડલિંગના કામકાજ વિના પણ ચર્ચામાં રહે છે. ચાહે પછી એની જિમમાં જવાની વાત હોય કે પછી અન્ય કે પછી સ્પેશિયલ ફોટોશૂટ. તાજેતરમાં સ્ટાઈલિશ લૂકમાં રસ્તા પર કચરો ઉઠાવતી જોવા મળી અને ઈન્ટરનેટ યૂઝર્સે પણ અવનવી પ્રતિક્રિયા આપી હતી.
અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વોક કે સ્ટાઈલ નહીં, પરંતુ કચરો ઉઠાવતા જોવા મળી હતી. વીડિયોમાં તમે મલાઈકના વર્કઆઉટ કરવા માટે પહોંચી હતી, પરંતુ દરવાજામાં થોડો કચરો પડ્યો હતો. દરવાજામાં પડેલા કચરાને ઉઠાવીને ડસ્ટબિનમાં નાખ્યો હતો.
મલાઈકાની આ હરકતને જોઈને યૂઝર તો ચોંકી ગયા હતા. અમુક લોકોએ તો પ્રતિક્રિયા આપી હતી કે પબ્લિસિટી કે લિયે કુછ ભી કરેગા. બીજા યૂઝરે પ્રતિક્રિયા આપી હતી કે કેમેરો જોતા સફાઈ શરુ, જ્યારે ત્રીજા કહ્યું કે કેમેરા સામે તો સૌ સારા બનતા હોય છે, પણ દંભ શા માટે?
પર્સનલ ફ્રન્ટની વાત કરીએ તો મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરે છે, જ્યારે કેટલાય વર્ષોથી બંનેના લગ્નને લઈ અફવાઓ ચાલતી રહે છે. તેમના લગ્ન ક્યારે થશે ત્યારે તેના અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.