પતિની અટક લગાવો પણ પોતાનું એક બેંક એકાઉન્ટ પણ રાખો, બી-ટાઉનની જાણીતી એક્ટ્રેસે કેમ આવું કહ્યું?
પતિની અટક લગાવો પણ પોતાનું એક બેંક એકાઉન્ટ પણ રાખો, બી-ટાઉનની જાણીતી એક્ટ્રેસે કેમ આવું કહ્યું?
છૈંયા છૈંયા ગર્લ અને બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા પોતાના ગ્લેમરસ અંદાજ અને બોલ્ડ પર્સનાલિટી માટે પણ પ્રખ્યાત છે. હવે બી-ટાઉનની આ સુંદર એક્ટ્રેસે લગ્નને લઈને મહિલાઓ માટે મહત્ત્વની વાત કહી છે. એક્ટ્રેસે મહિલાઓને અપીલ કરી છે કે લગ્ન બાદ પણ તેમણે પોતાની ઓળખ જાળવી રાખવી જોઈએ અને ફાઈનાન્શિયલ ઈન્ટિપેન્ડન્ટ રહેવું જોઈએ. આવો જોઈએ આખરે શું કહ્યું છે મલાઈકાએ-
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં મલાઈકા અરોરાએ જણાવ્યું હતું કે પોતાની જાતને ઈન્ડિપેન્ડન્ટ રાખો. જે તારું છે એ તારું છે અને મારું છે એ મારું છે. લગ્ન બાદ કે જો તમે કોઈ રિલેશનશિપમાં છો તો તમે સામેવાળી વ્યક્તિના ઢાળમાં પોતાની જાતને ઢાળી દો છે. પરંતુ મને લાગે છે તમારે તમારી ઓળખ જાળવી રાખવી જોઈએ.
મલાઈકાએ આ ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું હતું કે લગ્ન ભલે બે લોકોનું મિલન હોય પરંતુ મહિલાઓ માટે જરૂરી છે કે તેઓ પોતાની ઓળખ જાળવી રાખે અને પૈસા માટે કોઈ પર પણ નિર્ભર ના રહેવું જોઈએ. સારી વાત છે કે બે લોકો સાથે મળીને એક કામ કરે છે. પરંતુ એનો અર્થ એ નથી કે તમે તમારી ઓળખ ગુમાવી દો. મહિલાઓએ લગ્ન બાદ પોતાના પાર્ટનરની સરનેમ લગાવે છે, પરંતુ એની સાથે સાથે દરેક મહિલાએ પોતાનું એક બેન્ક એકાઉન્ટ પણ મેઈન્ટેન રાખવું જોઈએ.
આ પણ વાંચો વાહ યશરાજ ફિલ્મ્સની દરિયાદિલીઃ પોતાનો રેકોર્ડ તોડનારને જ આપી શાબાશી
અત્રે ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું હાલમાં જ બ્રેકઅપ થયું છે અને તે એક નહીં પણ બે વખત સંબંધ તૂટવાનું દુઃખ ઝેલી ચૂકી છે. અરબાઝ ખાન સાથેના વર્ષોના લગ્નજીવનનો અંત આવ્યા બાદ તે અર્જુન કપૂર સાથે સંબંધમાં આવી હતી અને થોડાક સમય પહેલાં અર્જુન અને મલાઈકાનું પણ બ્રેકઅપ થઈ ગયું છે. હાલમાં મલાઈકા સિંગલ છે.