Malaika Aroraના જીવનમાં થઈ નવા બોયફ્રેન્ડની એન્ટ્રી? Arjun Kapoor જોશે તો…

હાલમાં જ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને સીએસકે વચ્ચેની મેચમાં સીએસકે છ રનથી પરાજિત થઈ હતી, પરંતુ સોશિયલ મીડિયા પર સીએસકેની હારથી વધુ ચર્ચા તો મલાઈકા અરોરા (Malaika Arora)ની થઈ રહી છે. બોલીવૂડની છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. એમાં પણ અર્જુન કપૂર સાથે જ્યારથી મલાઈકા અરોરાનું બ્રેકઅપ થયું છે ત્યારથી તો ફેન્સની તેના પર ખાસ નજર છે. ચાલો તમને જણાવીએ કે આખરે આવું કેમ થયું?

વાત જાણે એમ છે કે ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ દરમિયાન મલાઈકા અરોરા શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી કુમાર સાંગાકારા સાથે જોવા મળી હતી. તમારી જાણ માટે કે સાંગાકાર રાજસ્થાનની ટીમના ડિરેક્ટર ઓફ ક્રિકેટ છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે મલાઈકા પણ આ સમયે રાજસ્થાન રોયલ્સને સપોર્ટ કરતી જોવા મળી હતી.

મલાઈકાનું કુમાર સાંગાકારા સાથે સ્પોટ થવું એ ફેન્સને ખાસ કંઈ હજમ નથી થઈ રહ્યું. નેટિઝન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે મલાઈકા અને સાંગાકારા વચ્ચે કંઈક તો ખિચડી રંધાઈ રહી છે. અહીંયા તમારી જાણ માટે કે અર્જુન કપૂર અને મલાઈકાનું બ્રેકઅપ થોડાક સમય પહેલાં જ થયું છે અને અર્જુન ખુદ જાહેરમાં કહી ચૂક્યો છે કે તે હવે સિંગલ છે. જ્યારે મલાઈકાએ આ મામલે ચૂપી સેવી હતી.
આ પણ વાંચો: બ્રેકઅપ પછી મલાઈકા અરોરા ‘પ્રેમ’ વિશે શું વિચારે છે? દિલની આખરી શું કરી વાત?
આ બધા વચ્ચે મલાઈકાનું સાંગાકારા સાથે દેખાવવું બંનેની ડેટિંગની અફવાઓને જોર આપી રહ્યું છે. એક ફેને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મલાઈકાનું રાજસ્થાન સાથે કોઈ સંબંધ નથી, પણ તેમ છતાં તેનું આરઆરની જર્સીમાં દેખાવવું અને સાંગાકારાની હાજરી કંઈક તો વાત ચોક્કસ છે.

મેચની વાત કરીએ તો આરઆરની તો આઈપીએલ-2025ની બંને મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો અને આખરે સીએસકે સામેની ત્રીજી મેચમાં આરઆરે પોતાની જિતનું ખાતું ખોલ્યું હતું. રાજસ્થાનની જિતમાં નીતિશ રાણાનું યોગદાન રહ્યું હતું જેણે 36 બોલમાં 81 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને ટીમની જિતમાં સિંહફાળો આપ્યો હતો.