મનોરંજન

Malaika Aroraએ શેર કરી એવી પોસ્ટ કે જોઈને Arjun Kapoor તો…

બોલીવૂડ એક્ટ્રેસ અને છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા (Malaika Arora) છેલ્લાં કેટલાય સમયથી ભલે ફિલ્મોથી દૂર હોય પણ તે પોતાની પર્સનલ લાઈફને કારણે અવારનવાર ચર્ચામાં આવતી જ રહે છે. અર્જુન કપૂર સાથેનું મલાઈકાનું અફેયર જેટલું ચર્ચામાં રહ્યું એટલું બ્રેકઅપ પણ ચર્ચામાં રહે છે. અર્જુને હાલમાં જ એક ઈવેન્ટમાં હું સિંગલ છું કહીને મલાઈકા સાથેનું બ્રેકઅપ કન્ફર્મ કર્યું એના કલાકો બાદ જ મલાઈકાએ એક ક્રિપ્ટિક પોસ્ટ કરી છે, જેને કારણે ફરી એક વખત આ લવ બર્ડ ચર્ચામાં આવ્યું છે. આવો જોઈએ એવું તે શું ખાસ છે મલાઈકાની આ પોસ્ટમાં…

અર્જુનના હવે હું સિંગલ છુંના કમેન્ટ બાદ મલાઈકાએ એક ઈન્સ્ટા સ્ટોરી પર એક ક્વોટ પોસ્ટ કર્યો હતો. આ ક્વોટમાં લખ્યું છે કે જો કોઈ એક સેકન્ડ માટે પણ કોઈના હૃદયને સ્પર્શે છે તો તે તેની આત્માને જીવનભર માટે સ્પર્શી જાય છે. ક્વોટ બાદ ગુડ મોર્નિંગ લખ્યું છે. મલાઈકાએ આ ક્વોટ શેર કરીને પોતાની રીતે કંઈ લખ્યું નથી, પરંતુ ફેન્સ તેની આ સ્ટોરીને અર્જુન સાથે જોડીને જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: તો આ કારણે અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેનો સંબંધ તોડી નાખ્યો…?

સામાન્યપણે ઈન્ડસ્ટ્રીમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ કપલ છૂટું પડે છે ત્યારે તેઓ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરે છે, પણ મલાઈકા અને અર્જુને એવું નથી કર્યું. તેમણે સાથે વિતાવેલી ક્ષણોનું સન્માન કરીને ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે. એટલું જ નહીં તેમણે ઈન્સ્ટા ફીડ પરથી એકબીજાના ફોટો પણ ડિલીટ નથી કર્યા.

આ પણ વાંચો: ‘હું હવે સિંગલ છું’ અર્જુન કપૂરે કરી મલાઈકા સાથે બ્રેકઅપની પુષ્ટિ

આ ઉપરાંત સૌથી મોટી અને મહત્ત્વની વાત એટલે બંને જણ મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રહ્યા છે. તમારી જાણ માટે કે હાલમાં જ જ્યારે મલાઈકાના પિતાનું નિધન થયું હતું એ સમયે પણ અર્જુન એક આદર્શ પાર્ટનરની જેમ મલાઈકાની પડખે ઊભો રહ્યો હતો અને તમામ ફરજો પૂરી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button