51 વર્ષની એક્ટ્રેસે પિંક જંપ સૂટમાં દિલકશ અદાઓ દેખાડીને લગાવી ઈન્ટરનેટ પર આગ…

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ભલે ફિલ્મોથી દૂર હોય પણ તે દર બીજા-ત્રીજા દિવસે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી રહી છે. મલાઈકા પોતાની સ્ટાઈલિશ લાઈફસ્ટાઈલ અને ફિટનેસને કારણે ફેન્સના દિલો પર રાજ કરતી રહે છે. આ જ કારણ છે કે મલાઈકા પેપ્ઝની પણ ફેવરેટ બની ચૂકી છે. હાલમાં જ એક્ટ્રેસના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં એક્ટ્રેસનો અવતાર જોઈને ફેન્સ તેને ફાયર કહી રહ્યા છે તો કેટલાક ફેન્સ તેના ટેટુ વિશે વાત કરી રહ્યા છે. આવો જોઈએ શું છે ખાસ મલાઈકાના આ અવતારમાં-
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પણ ડાન્સિંગ રિયાલિટી ટીવી શો વગેરેમાં જજ તરીકે જોવા મળતી હોય છે. હાલમાં જ એક્ટ્રેસ મલાઈકા અરોરા રિયાલિટી ટીવી શો હિપહોમ સિઝન 2ના સેટની બહાર જોવા મળી હતી. આ સમયે એક્ટ્રેસનો સ્ટાઈલિશ અંદાજ જોઈને ફેન્સના દિલની ધડકનો વધી ગઈ છે.
આ પણ વાંચો: હવે મલાઈકા અરોરા કોની સાથે જોવા મળી, જોઈ લો વાઈરલ તસવીરો…
પેપ્ઝની ફેવરેટ મલાઈકાએ પેપ્ઝની રિક્વેસ્ટ પર એકથી ચઢિયાતા એક પોઝ આપ્યા હતા. એક્ટ્રેસના આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. મલાઈકા પિંક કલરના જંપ સૂટમાં જોવા મળી રહી છે. જેની સાતે તેણે એક ભૂરા રંગનો એક બેલ્ટ કેરી કર્યો છે જેણે તેના લૂકને વધારે સ્ટાઈલિશ બનાવ્યો હતો.
મલાઈકા અરોરા આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેણે એકદમ બખૂબી પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું. યુઝર્સ મલાઈકાના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ તેના ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે તેના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મલાઈકા તારી આગળ બધા ફેલ છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે મલાઈકા તો ફાયર હૈ ફાયર…
આ પણ વાંચો: મલાઈકા અરોરાએ ડીપનેક અનારકલી સૂટમાં આપ્યા મનમોહક પોઝ, ચાહકો ખુશ
મલાઈકાના આ નવા લૂકની સાથે સાથે લોકો તેના હાથમાં જોવા મળેલા ટેટુની પણ ચર્ચા થઈ રહી છે. કેટલાક યુઝર્સ આ ટેટુને લઈને એવું કહી રહ્યા છે કે આખરે મલાઈકાએ ટેટુમાં શું લખાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મલાઈકાએ પોતાના હાથ પર સબ્ર ઔર શુક્રનું ટેટુ કરાવ્યું છે.