મનોરંજન

રેડ કલરનો આઉટફિટ પહેરીને બોલીવૂડની આ એક્ટ્રેસે આપ્યા એવા પોઝ કે…

બોલીવૂડની છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા સુપર એક્ટિવ રહે છે અને પોતાની ડે ટુ ડે લાઈફના અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ મલાઈકાએ એક ઈવેન્ટનું શૂટિંગ કર્યું હતું અને આ સમયે તેણે એકદમ લાલ ચટ્ટાક ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં મલાઈકા કમાલની સુંદર લાગી હતી, પરંતુ તેમ છતાં મલાઈકાએ પહેરેલી એક વસ્તુએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતુ, જેની કિંમત 50 લાખ રૂપિયાથી પણ વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે.

મલાઈકા અરોરાએ પહેરેલા લાલ રંગના ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે અને પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે એક્ટ્રેસે સર્પેટાઈન નેકલેસ પહેર્યો હતો, જે ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. પરંતુ તમે આ નેકલેસની કિંમત સાંભળશો તો તમારી આંખો પહોળી થઈ જશે.

આ પણ વાંચો : ભાઈસાબ ઠાઠ હોય તો આવા, આટલા કરોડની ગાડીમાં સાડી ખરીદવા પહોંચ્યા Nita Ambani…

મલાઈકા અરોરાના આ નેકલેસને લઈને એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ નેકલેસની કિંમત 68,00,000 રૂપિયા જેટલી છે. મલાઈકાનો આ નેકલેસ જેટલો મોંઘો છે એટલો જ સુંદર પણ છે.

આ સિવાય પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં મલાઈકા પેપ્ઝને પોઝ આપતી કેમેરા સામે ચાલતી આવી રહી છે. જોકે, આ સમયે એક્ટ્રેસનો ચહેરો નથી દેખાઈ રહ્યો, પરંતુ તેનો બેક લૂક દેખાઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયો પર મનભરીને કમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજા એક યુઝરે લખ્યું છે કે મલાઈકા એકદમ લાલ પરી જેવી લાગી રહી છે તો ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પ્રકારની જ કમેન્ટ્સ યુઝર્સ મલાઈકાના આ વાઈરલ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. તમે પણ એક નજર કરી લો મલાઈકાના આ રેડ એન્ડ બ્યુટીફૂલ લૂક પર…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button