મનોરંજન

શાહરૂખ ખાનને હીટસ્ટ્રોક લાગતા malaika-aroraએ આપી સોનેરી સલાહ

એસઆરકે(SRK)ને અમદાવાદ ખાતે હીટસ્ટ્રોકને લીધે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેને બે દિવસ બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો ને તે મુંબઈ પણ પહોંચી ગયો પણ તેના ફેન્સ સાથે ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ તેની તબિયત મામલે ચિંતા વ્યકત કરી હતી. સૌએ તેને સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ આપી અને સલાહ પણ, પણ મલાઈકા અરોરા (Malaika Arora)એ માત્ર શાહરૂખ (Shahrukh)ને નહીં આપણ આપણને સૌને એક સોનાની સલાહ આપી છે.

શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શાહરૂખ ખાનના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું અને કહ્યું કે અભિનેતા હવે ઠીક છે. ડિસ્ચાર્જ થયા બાદ અભિનેતા મુંબઈ પરત ફર્યો છે. ઘણા સેલેબ્સે શાહરૂખ ખાનની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને હવે મલાઈકા અરોરાએ પણ કિંગ ખાનના સ્વાસ્થ્ય વિશે વાત કરી છે.

Read More: હોસ્પિટલાઈઝ્ડ થતાં પહેલાં Shahrukh Khanએ કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ..

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને બુધવારે હીટ સ્ટ્રોકના (Shahrukh khan heatstroke) કારણે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અભિનેતાની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સાથે ક્વોલિફાયર મેચ હતી, તેથી શાહરૂખ ટીમને સપોર્ટ કરવા માટે અમદાવાદમાં હતો. અમદાવાદની 45 ડિગ્રી ગરમી અભિનેતાને માફક ન આવતા હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

મલાઈકા સાથે શાહરૂખ ખાન વિશે વાત કરવામાં આવી તો અભિનેત્રીએ પોતાની ચિંતા વ્યક્ત કરી. મલાઈકાએ કહ્યું કે એટલે જ હું કહું છું કે આપણે પર્યાવરણને બચાવવાની જરૂર છે. જ્યારે તમે પર્યાવરણની કાળજી લેશો, ત્યારે પર્યાવરણ પણ તમારી સંભાળ લેશે. હું દરેકને એટલું જ કહેવા માંગુ છું કે બને એટલું પાણી પીવો. પોતાને શક્ય તેટલું હાઇડ્રેટેડ રાખવાનો પ્રયાસ કરો. એવી વસ્તુઓ ખાઓ જે તમને ડિહાઇડ્રેશનથી બચાવે.

Read More: Cannes 2024: 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત માટે મોટી સફળતા, કન્નડ શોર્ટ ફિલ્મને લા સિનેફ પ્રાઈઝ

મલાઈકા આગળ કહે છે કે સનસ્ક્રીન લગાવો અને તડકામાં છત્રીનો ઉપયોગ કરો. ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરો, જે શરીરને આરામ અને ઠંડક આપે છે. જો તમે આ કરો છો તો તમે તમારી જાતને સૂર્યપ્રકાશ અને હીટસ્ટ્રોકથી બચાવી શકો છો. હું પોતે પણ આવું જ કરું છું અને હીટ સ્ટ્રોકથી બચવા માટે આ મારી ટિપ્સ છે. અમે હીટ સ્ટ્રોક વિશે ઘણું કરી શકતા નથી. જો આપણે આપણી જાતને સુરક્ષિત રાખવી હોય તો આપણે સાવચેત રહેવું પડશે.

મલાઈકાએ ખરી વાત કરી કે પર્યાવરણ નહીં બચાવીએ તો ઋતુઓનો પ્રકોપ વધતો જશે અને માનવજીવન મુશ્કેલીમાં આવી જશે. ઘણા અભિનેતાઓ પર્યાવરણપ્રેમીઓ હોય છે અને પર્યાવરણના જતનને મહત્વ આપતા હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ