કંઈ પરમેનન્ટ નથીઃ Malaika aroraએ આમ કેમ કહ્યું

કંઈ પરમેનન્ટ નથીઃ Malaika aroraએ આમ કેમ કહ્યું

હોટ સેન્સેશન અને ફીટનેટ ફ્રીક મલાઈકા અરોરા તેનાં બૉયફ્રેન્ડ અર્જુન કપૂર સાથેના ખાટા મીઠાં સંબંધો મામલે વારંવાર સમાચારો છપાયા કરે છે. થોડા સમય પહેલા તેમના બ્રેક અપના સમાચારો છપાયા હતા અને ફરી તેમણે સાથે હોવાની જાહેરાત કરી હતી. ત્યારે બે દિવસ અગાઉ અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઈકાની ગેરહાજરી બધાને ખટકી અને બન્નેના બ્રેક અપની ચર્ચાએ જોર પકડ્યું. ફેન્સને હવે તેમનો બ્રેક અપ ઓફિશિયલ જ લાગવા માંડ્યો છે. દરમિયાન મલાઈકાએ આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે મભમમાં કહી દીધું હોય કે હવે આ સંબંધ તૂટવાને આરે છે, તેમ લાગે છે. મલાઈકાના ઈન્ટરવ્ય બાદ બન્નેના બ્રેક અપની ચર્ચાએ ગરમાગરમી પકડી છે.

મલાઈકાએ ગોળગોળ વાત કરી છે. તેણે કહ્યું કે ગમે તે થાય હું સાચા પ્રેમના વિચારને ક્યારેય નહીં છોડું. હું ટિપિટકલ સ્કોરર્પિયો (રાશિ) છું. પ્રેમ માટે લડતી રહીશ. પણ સાથે હું રિયાલિસ્ટિક પણ છું. મને ખબર છે કે સંબંધોમાં મર્યાદા કેમ રાખવી કે ક્યાં લાઈન દોરવી. આ જગતમાં કંઈ પરમેનન્ટ નથી. તેણે એમ પણ કહ્યું કે આપણે વાર્તાઓમાં હેપી એન્ડિગ જોઈએ છીએ, પણ વાસ્તિવક જીવનમાં આવું બનતું નથી.

| Also Read: આ જાણીતી અભિનેત્રીને થયું બ્રેસ્ટ કેન્સર

મલાઈકાએ એમ પણ કહ્યું કે રહેલા જ્યારે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી હતી ત્યારે મને ખરાબ લાગતું ને હું ડિપ્રેસ્ડ રહેતી, પણ હવે મે આ બધાને સ્વીકારી આગળ ચાલતા શિખી લીધું છે. મલાઈકાની આ બધી વાતો સંબંધોમાં આવેલી ખટાશ તરફ ઈશારો તો કરે છે, પણ ભઈ આ તો ફિલ્મી લોકો છે, ક્યારે શું થાય તે ખબર નહીં.

સંબંધિત લેખો

Back to top button