મર્મેડ બનીને 50ની ઉંમરે બોલીવૂડની હસીનાએ આપ્યા એવા કાતિલાના પોઝ કે…
બોલીવૂડની હસીનાઓમાં ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર કનેક્ટ રહીને પોતાના ફેન્સ સાથે પળેપળના અપડેટ્સ શેર કરવાનું નવું ચલણ જોવા મળી રહ્યું છે. છૈયા છૈયા ગર્લ એક્ટ્રેલ મલાઈકા અરોરા (Malaika Arora) પણ અન્ય એક્ટ્રેસની જેમ જ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
આ પણ વાંચો: શુરા ખાનના કારણે મલાઈકાએ અરબાઝ સાથે કર્યું કંઇક એવું કે..
મલાઈકા અરોરા અવારનવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટ કે વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સના દિલની ધડકન વધારતી જોવા મળે છે. ફરી એક વખત પોતાના બોલ્ડ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને મલાઈકાએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી.
મલાઈકા અરોરા પોતાના તમામ ફોટોશૂટમાં ગ્લેમરસ લાગે છે અને હાલમાં જ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ ફોટો જોઈને તો એવું લાગી રહ્યું છે જાણે મલાઈકાએ પોતાની વધતી ઉંમરને રોકી લીધી છે. ફિશકટ આઉટફિટમાં મલાઈકાની મોહક અદાઓ જોઈને ફેન્સ એક પળ માટે તેના પરથી પોતાની નજર હટાવી શક્યા નહોતા.
આ પણ વાંચો: મલાઈકા-અર્જુન કપૂરના રસ્તા અલગ થયા! આ કારણે છૂટા પડ્યા….
મલાઈકા ઓફ વ્હાઈટ કલરના ચણિયાચોળીમાં એકદમ કાતિલાના પોઝ આપતી જોવા મળી રહી છે. આ આઉટફિટમાં તેણે ખૂબ જ સુંદર રીતે પોતાનું કર્વી ફિગર ફલોન્ટ કર્યું છે. આ સુંદર આઉટફિટ સાથે મલાઈકા ગળામાં ચોકર હાર પહેર્યો છે. ખુલ્લા વાળ અને સુંદર મેકઅપમાં મલાઈકા એકદમ જલપરી જેવી જ દેખાઈ રહી છે. 50 વર્ષેય એક્ટ્રેસ પોતાની સુંદરતા ફેન્સને ઘાયલ કરી હતી.
આ પણ વાંચો: તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો? જાણો મલાઈકા અરોરાને કોણે આવો સવાલ પૂછ્યો…..
મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. છેલ્લાં કેટલાક સમયથી તો અર્જુન કપૂર (Arjun Kapoor) સાથેના બ્રેકઅપને કારણે સમાચારોમાં રહી હતી. એવી ચર્ચા ચાલી રહી છે કે અર્જુન અને મલાઈકાનું બ્રેકઅપ થઈ ગયું છે. જોકે, બંને જણે ઓફિશિયલી તો આ વિશે કંઈ કહ્યું નથી પણ સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ શેર કરતાં જોવા મળી રહ્યા છે.