બ્રેકઅપ પછી મલાઈકા અરોરા ‘પ્રેમ’ વિશે શું વિચારે છે? દિલની આખરી શું કરી વાત?
મુંબઈઃ જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાની લવ લાઈફમાં ચાહકોને હંમેશાં રસ હોય છે. જ્યારથી તેનું અને અર્જુન કપૂરનું બ્રેક-અપ થયું છે ત્યારથી દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે હવે આ બંનેનું શું થશે? અર્જુન કપૂર કોને ડેટ કરશે? મલાઈકા બીજી તક આપશે કે નહીં? આ કંઈ પહેલીવાર મલાઈકાનો સંબંધ નિષ્ફળ ગયો નથી. અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ પહેલા મલાઈકાએ છૂટાછેડાનું દર્દ પણ સહન કર્યું છે.
હાલમાં મલાઈકા અરોરાએ બે સંબંધો ગુમાવ્યા છે, જે લાંબા સમય સુધી ચર્ચામાં હતા અને જેમાં તેણે તેનું સર્વસ્વ આપ્યું હતું. શું હવે મલાઈકા તેના જીવનમાં ફરીથી કોઈને આવવા દેશે? અથવા તે ભવિષ્યમાં એકલા રહેવાનું પસંદ કરશે? હવે ચાહકોના મનમાં માત્ર આ જ સવાલ ઊઠી રહ્યો છે. હવે મલાઈકા બ્રેકઅપ બાદ પ્રેમ વિશે શું વિચારે છે તે સામે આવ્યું છે.
આ પણ વાંચો: મલાઈકાથી અલગ થયેલા અર્જુને બનાવી લીધો મેરેજ પ્લાન અને કહ્યું કે…
મલાઈકા અરોરાએ થોડા સમય પહેલા તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં પ્રેમ વિશે અભિનેત્રીના દિલમાં શું છે તે વિશે તેણે ખૂલીને વાત કરી હતી. આ વીડિયોમાં એક છોકરી સુંદર ડ્રેસ પહેરીને ખુશીથી ડાન્સ કરતી હોય છે અને તેનો પાર્ટનર તેની તસવીરો લઈ રહ્યો છે. મલાઈકાએ આ ક્યૂટ વીડિયો સાથે પ્રેમ વિશે ઘણું બધું કહ્યું છે. અભિનેત્રીએ લખ્યું હતું કે ‘પ્રેમ રોગી છે, પ્રેમ દયાળુ છે. પ્રેમ એટલે ધીમે ધીમે તમારું મગજ ગુમાવવું.’
આ પણ વાંચો: 51 વર્ષની મલાઈકા અરોરાએ બ્લેક સાડીમાં ઈન્ટરનેટ પર લગાવી આગ
હવે મલાઈકાની આ પોસ્ટ જોઈને લાગે છે કે તે હજુ પણ પ્રેમમાં વિશ્વાસ રાખે છે. અભિનેત્રીના હૃદયમાં પ્રેમ શોધવાની આશા હજુ પણ જીવંત છે. હવે તેને આ પ્રેમ ક્યારે મળશે અને તે ફરી ક્યારે કોઈની સાથે જોવા મળશે? ચાહકો પણ તેની રાહ જોઈ રહ્યા છે.
હવે તમારી જાણ ખાતર જણાવી જણાવી દઈએ કે, તેણે આ વીડિયો એક બ્રાન્ડને પ્રમોટ કરવા માટે શેર કર્યો છે, પરંતુ ચાહકોએ આને તેના તરફથી સંકેત તરીકે લીધો છે કે તે પ્રેમ વિશે શું વિચારે છે?