મનોરંજન

બોયફ્રેન્ડ સાથે નહીં પણ Mystery Man સાથે વેકેશન પર આ 50 વર્ષીય Actress અને…

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Bollywood Actress Malaika Arora) 50 વર્ષની છે પણ તેમ છતાં પોતાના કર્વી ફિગર અને બોલ્ડ અદાઓને કારણે તે આજની યંગ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. મલાઈકા અરોરા પણ છેલ્લાં કેટલાક સમયથી બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Actor Arjun Kapoor) સાથેના સંબંધોને કારણે વધારે ચર્ચામાં રહે છે. મલાઈકા-અર્જુનના બ્રેકઅપની અફવાઓ વચ્ચે ક્યારેક કપલ એક સાથે ફોટો પોસ્ટ કરીને લોકોને ચોંકાવતા જ રહે છે. હવે મલાઈકા અરોરા અર્જુન કપૂર વિના વેકેશન માણતી જોવા મળી છે અને એ પણ કોઈ મિસ્ટ્રી મેન સાથે…

જી હા, સોશિયલ મીડિયા પર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપની અફવાઓ વચ્ચે મલાઈકા અરોરા વેકેશન મનાવવા ઉપડી ગઈ છે સ્પેન. મલાઈકાની આ વેકેશન મોમેન્ટ જોઈને એવું લાગી રહ્યું છે કે મલાઈકા પોતાની જૂની રિલેશનશિપથી મૂવ ઓન કરી ચૂકે છે અને તે હાલમાં મિસ્ટ્રી મેન સાથે વેકેશનની મજા માણી રહી છે.
મલાઈકાએ ખુદ સોશિયલ મીડિયા પર વેકેશનના ફોટો શેર કર્યા છે, જ્યાં તેણે મિસ્ટ્રી મેનની ધૂંધળી ઝલક દેખાડી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ મલાઈકાને ફરી વખત પોતાના સપનાનો રાજકુમાર મળી ગયો હોવાની અટકળો ફેન્સ લગાવી રહ્યા છે.

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Bollywood Actress Malaika Arora) 50 વર્ષની છે પણ તેમ છતાં પોતાના કર્વી ફિગર અને બોલ્ડ

પોસ્ટ કરેલા ફોટોમાં મલાઈકા સ્પેનમાં સમુદ્ર કિનારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરતી અને ફૂડની મજા માણતી દેખાઈ રહી છે. આ ફોટો પરથી એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે તે ટ્રિપ પર એકલી નથી ગઈ અને કોઈની કંપનીમાં છે. એટલું જ નહીં મલાઈકા સમુદ્રના ખારા પાણી ડૂબકીઓ લગાવતી પણ જોવા મળી રહી છે.

View this post on Instagram

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

વાત કરીએ મલાઈકા અને અર્જુનના અફેરની તો લાંબા સમયથી બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા છે આખરે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. વેકેશન પર હોવાને કારણે જ મલાઈકા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી શકી નહોતી, પણ તેણે પોસ્ટ કરીને કપલને શુભેચ્છાઓ પાઠવી હતી.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button