મનોરંજન

ફિટનેસ ક્વીન મલાઈકા અરોરાએ મલેશિયામાં ‘ફિટનેસની ઐસીતૈસી’ કેમ કરી?

અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસોમાં મલેશિયામાં છે. તે ત્યાં ખૂબ જ મજા કરતી જોવા મળે છે. મલાઈકાએ આ ટ્રીપના ઘણા ફોટા પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ તસવીરોમાં મલાઈકા અરોરા બ્લેક ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

અભિનેત્રીના ગળામાં ગ્રીન ડાયમંડ સાથેનું એક સુંદર સિલ્વર પેન્ડન્ટ પણ દેખાય છે. જે અભિનેત્રીની સુંદરતામાં વધારો કરી રહ્યું છે. મલાઈકાએ ચાહકો સાથે ફૂડના ફોટા પણ શેર કર્યા છે જેમાં તે ફાસ્ટ ફૂડનો આનંદ માણી રહી છે. ચાહકો આ તસવીરોને ઘણો પ્રેમ આપી રહ્યા છે.

malaika arora X

એક યુઝરે રમુજી પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે અભિનેત્રીને તેની ફિટનેસ મુદ્દે ગંભીર થવું જોઈએ. બીજા યુઝરે લખ્યું હતું કે ‘મેડમ, તમે તમારી ફિટનેસની તો ઐસીતૈસી કેમ કરી રહ્યા છો?’ જ્યારે ત્રીજા યુઝરે લખ્યું, ‘બોલીવુડની સૌથી સુંદર છોકરી.’

આ ઉપરાંત, ચાહકો અભિનેત્રીની આ પોસ્ટને ઘણી પસંદ કરી રહ્યા છે. મલાઈકાએ આ પોસ્ટમાં તેના દીકરા અરહાન ખાનનો ફોટો પણ શેર કર્યો છે. અરહાન કૂતરાને ખોળામાં રાખીને સૂતો દેખાય છે.

malaika arora malaysia

અભિનેત્રીએ તેના ચાહકો સાથે તેની ફ્લાઇટના ફોટા પણ શેર કર્યા છે. આ તસવીરમાં મલાઈકાએ માસ્ક પહેરેલો છે. બીજી એક તસવીરમાં, અભિનેત્રી તેના મેકઅપ સ્ટાફ સાથે જોવા મળે છે. જેમાં અભિનેત્રી અરીસા સામે પોતાના વાળ સ્ટાઇલ કરાવી રહી છે.

મલાઈકા અરોરા તેની ટ્રીપ દરમિયાન યોગ રૂમમાં જોવા મળી હતી. તેણે એક મિરર તસવીર શેર કરી છે. હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આપણ વાંચો : Malaika Aroraએ બ્રેકઅપ બાદ કરાવ્યું નવું ટેટુ, ખાસ છે મિનિંગ…

સંબંધિત લેખો

Back to top button