મલાઈકા અરોરાના જીવનમાં ફરી પ્રેમની થઈ એન્ટ્રી, મિસ્ટ્રી મેન સાથે થઈ સ્પોટ…

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. હવે ફરી એક વખત મલાઈકા પોતાની લવલાઈફને કારણે ચર્ચામાં છે. અર્જુન કપૂર બાદ હવે ફરી એક વખત મલાઈકાના જીવનમાં પ્રેમની એન્ટ્રી થઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં મલાઈકા મિસ્ટ્રીમેન સાથે જોવા મળી રહી છે, ત્યારથી બસ અફવાઓનું બજાર એકદમ ગરમ થઈ ગયું છે.
મલાઈકા અરોરા હાલમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને આ સમયે તેણે એકદમ કોઝી આઉટફિટ પહેર્યો હતો. જોકે, તેમ છતાં ત્યાં હાજર તમામ લોકોની નજર મલાઈકા સાથે જોવા મળેલી મિસ્ટ્રી મેન પર અટકી ગઈ હતી. સોશિયલ મીડિયા પર મલાઈકાની સાથે જોવા મળેલી આ વ્યક્તિ કોણ છે અને તેનો મલાઈકા સાથે શું સંબંધ છે એ અંગે જાત જાતની અટકળો લગાવવામાં આવી રહી છે.
વીડિયોમાં મલાઈકા અરોરાની પાછળ બ્લેક માસ્ક પહેરીને જે વ્યક્તિ જોવા મળી હતી એ છે હર્ષ મહેતા. આ એ જ વ્યક્તિ છે જેને ગયા મહિને વિદેશી સિંગર એનરિક ઈગ્લેસિયસના કોન્સર્ટમાં મલાઈકા અરોરા સાથે જોવા મળ્યો હતો. મલાઈકા અને હર્ષને ફરી વખત સાથે જોઈને તેમની વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે એવી ચર્ચા ચાલી રહી છે.
મલાઈકા અરોરાની આટલી તસવીરો દિલ જીતી લેશે, જોઈ લો બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અંદાજ
ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે મલાઈકા દિલમાં ફરી કોઈ વસી ગયું છે અને બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે એવી ચર્ચા થઈ રહી છે. રિપોર્ટની વાત પર વિશ્વાસ કરીએ હર્ષ મહેતા 33 વર્ષનો છે અને તે ડાયમંડનો વેપારી છે. હર્ષ, મલાઈકાથી 17 વર્ષ નાનો છે. હર્ષ પણ આ સમયે મલાઈકાની જેમ જ ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો.
જોકે, એ વાત અલગ છે કે એરપોર્ટ પર મલાઈકા અને હર્ષે એકબીજા સાથે પેપ્ઝને પોઝ નહોતા આપ્યા અને બંને જણ સાથે દેખાવવાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મલાઈકા અવારનવાર પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. આ પહેલાં તેનું નામ બોલીવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે જોડાયું હતું, પરંતુ તેઓ બંને છૂટા પડી ગયા છે.



