Malaika Arora પ્રેમની શોધમાં? પોસ્ટ જઈને ફેન્સે આપ્યું આવું રિએક્શન…

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હંમેશા પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતી હોય છે અને હમણાં છેલ્લાં કેટલાક સમયથી તો મલાઈકા અરોરા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં છે. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો છેલ્લાં કેટલાય સમયથી મલાઈકા ફિલ્મો એની ટચૂકડાં પડદાથી દૂર છે, પણ પર્સનલ લાઈફને કારણે તે અવારનવાર ચર્ચામાં આવે છે.
ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસની જેમ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. જોકે, હવે મલાઈકા ફરી એક વખત ચર્ચામાં આવી છે અને એનું કારણ છે તેની પોસ્ટ. આ પોસ્ટને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ મલાઈકા ખૂબ જ લાઈમલાઈટમાં આવી ગઈ છે. આવો જોઈએ એવું તે શું કહ્યું છે પોતાની પોસ્ટમાં મલાઈકાએ-
આ પણ વાંચો : Kapoor Familyનો આ સભ્ય ફિલ્મોમાં ફલૉપ થયો, 67 વર્ષે ગ્રેજ્યુએટ થયો ને હવે…
મલાઈકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરી છે અને આ પોસ્ટ જોઈને ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા છે. મલાઈકાની આ પોસ્ટ જોઈને ફેન્સ એકદમ દુઃખી થઈ ગયા છે. મલાઈકાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે તે આજથી શરૂ થઈ રહેલાં જુલાઈ મહિનામાં પ્રેમ અને શાંતિની આશા રાખી રહી છે.
સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાની આ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને ફેન્સ તેની આ પોસ્ટ જોઈને જાત જાતની અટકળો લગાવી રહ્યા છે. એટલું જ નહીં પણ આ પોસ્ટને કારણે જ ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ થઈ ગયું હોવાના અહેવાલો સામે આવ્યા હતા. અર્જુનના બર્થડે પર પણ મલાઈકાની ગેરહાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, કપલે આ બાબતે કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી નથી.