58 વર્ષે એક્સ હસબન્ડ બીજી વાર પિતા બનતાં Malaika Aroraએ કરેલી પોસ્ટ થઈ વાઈરલ…

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હાલમાં જ અરબાઝ ખાન 58 વર્ષે જ્યારે બીજી વખત પિતા બન્યો ત્યારે મલાઈકા અરોરાએ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. મલાઈકાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે. ચાલો તમને જણાવીએ આખી સ્ટોરી વિસ્તારથી…
વાત જાણે એમ છે કે અરબાઝ ખાન 58 વર્ષે બીજી વખત પિતા બન્યા છે. અરબાઝની પત્ની શૂરા ખાતે પાંચમી ઓક્ટોબરના નાનકડી પરીને જન્મ આપ્યો છે. દીકરા બાદ દીકરીના જન્મ બાદ અરબાઝ અને આખા ખાન પરિવારની ખુશીનો કોઈ પાર નથી. 56 વર્ષે ખાન પરિવારમાં દીકરીનો જન્મ થયો છે એટલે ખાન પરિવારમાં હાલ તો જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.
અરબાઝ ખાનના પિતા બનતાં જ દરેક વ્યક્તિને તેની એક્સ વાઈફ મલાઈકા અરોરાના રિએક્શનની રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે મલાઈકાએ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જે વાઈરલ થઈ રહી છે. મલાઈકાએ સારા પ્રેમને લઈને પોસ્ટ શેર કરી છે.
મલાઈકા અરોરા હાલમાં રિયાલિટી ટીવી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જજ તરીકે જોવા મળી રહ્યા છે. હવે અરબાઝના પિતા બન્યા બાદ શોનો એક પ્રોમો વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. આ પ્રોમોમાં નવજોત સિંહ સિદ્ધિ સાચા પ્રેમને લઈને વાત કરતાં જોવા મળી રહ્યા છે અને એના પર મલાઈકાએ ખાસ રિએક્શન આપ્યું હતું.
આ ક્લિપમાં નવજોત સિંહ સિદ્ધુ એવું કહી રહ્યા છે કે હું તમને ગેરેન્ટી આપું છું કે સાચા પ્રેમમાં સૌદેબાજી નથી હોતી. આ સાંભળીને મલાઈકા અરોરા કહે છે કે પાજી મને લખવું છે, સાચા પ્રેમમાં શું નથી હોતું? મલાઈકા અરોરાનો ઈન્ટરેસ્ટ જોઈને સિદ્ધુ પોતાની વાતને ફરી રીપિટ કરતાં જોવા મળ્યા હતા.
મલાઈકા અરોરાની આ પ્રેમવાળી પોસ્ટને ફેન્સ તેના એક્સ હસબન્ડ અરબાઝ ખાન સાથે જોડીને જોઈ રહ્યા છે. વાત કરીએ મલાઈકા અરોરા અને અરબાઝની તો 1998માં બંને જણ લગ્ન કર્યા હતા અને 2017માં બંને ડિવોર્સ લઈને અલગ થઈ ગયા હતા.
આ પણ વાંચો…મલાઈકા અરોરાની આટલી તસવીરો દિલ જીતી લેશે, જોઈ લો બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અંદાજ