Birthday Special: 52ની ઉંમરે પણ 25ની લાગે છે આ બોલીવૂડ એક્ટ્રેસ, સલમાન ખાન સાથે છે ખાસ સંબંધ… | મુંબઈ સમાચાર
મનોરંજન

Birthday Special: 52ની ઉંમરે પણ 25ની લાગે છે આ બોલીવૂડ એક્ટ્રેસ, સલમાન ખાન સાથે છે ખાસ સંબંધ…

બોલીવૂડ એક્ટ્રેસ અને ડાન્સિંગ ક્વીન મલાઈકા અરોરાને કોણ નથી ઓળખતું? મલાઈકાએ પોતાના સુંદર કર્વી ફિગર અને કિલર ડાન્સિંગ મૂવ્ઝથી ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ ઊભી કરી છે. હાલમાં મલાઈકા ફિલ્મ થામાના સોન્ગ પોઈઝન બેબીને કારણે પણ ખાસી લાઈમલાઈટમાં છે અને તે આજે પોતાનો 52મો બર્થડે પણ સેલિબ્રેટ કરી રહી છે. હર હંમેશની જેમ કરિના કપૂર અને કરણ જોહરે સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ કરીને મલાનો બર્થડે વધારે સ્પેશિયલ બનાવ્યો છે. આવો જોઈએ શું ખાસ છે કરણ અને કરિનાની પોસ્ટમાં…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી કરણ જોહરની પોસ્ટની વાત કરીએ તો મલાઈકાને જન્મદિવસની શુભેચ્છા આપતા અનેક ફોટો શેર કર્યા છે. કરણે કેપ્શનમાં લખ્યું છે કે તને ખૂબ જ પ્રેમ કરું છું, મોટું દિલ, બુલંદ રૂહ અને યારોં કી યારવાલી છોકરીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હજી ઘણું કરવાનું બાકી છે અને તારો આ દાયકો મંગલમય રહે… મલાઈકાએ પણ કરણની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું લવ યુ માય કરણ…

કરિના કપૂર-ખાન અને મલાઈકા ખૂબ જ સારા મિત્રો છે એ વાત તો લગભગ બધા જ જાણે છે. કરિનાએ પણ મલાઈકા અને તેનો વ્હાઈટ શર્ટ અને પેન્ટમાં પોઝ આપતો ફોટો શેર કર્યો છે. આ ફોટોની સાથે કરિનાએ વિશ કરતાં લખ્યું છે કે જન્મદિન મુબારક હો ડાર્લિંગ મલ્લા… ગોલ્ડન ગર્લ ગોલ્ડન બર્થડે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટ બર્થડે હોય… લવ યુ…

અત્રે ઉલ્લેખનીય છે કે મલાઈકાને દર વર્ષે કરિના કપૂર-ખાન બર્થડે વિશ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર અચૂક કરે છે. ઈન્ડસ્ટ્રીની આ બંને ખૂબ જ ખાસ બહેનપણીઓ છે. સોશિયલ મીડિયા પર બંને જણ એકબીજા સાથેના ફોટો અને વીડિયો પણ શેર કરતી રહી છે. આ સિવાય હાલમાં જ એક્સ હસબન્ડ અરબાઝ ખાન બીજી વખત પિતા બન્યો એ સમયે પણ મલાઈકાએ ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી, જેને કારણે તે ચર્ચામાં આવી હતી. ખાન પરિવાર મલાઈકાનો ખાસ કંઈ શકાય એવો બોન્ડ શેર નથી કરતી.

આ પણ વાંચો: મલાઈકા અરોરાની આટલી તસવીરો દિલ જીતી લેશે, જોઈ લો બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અંદાજ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મલાઈકાએ હાલમાં જ ફિલ્મ થામાના ગીત પોઈઝન બેબીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં મલાઈકાનો ડાન્સ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો છે. આ ગીત જેસ્મિલ સૈંડલસ, સચિન જિગર અને દિવ્યા કુમારે ગાયું છે. આ સિવાય મલાઈકા ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની નવી સિઝનમાં જજ તરીકે પણ જોવા મળી રહી છે. આ શો પર નવજોત સિંહ સિદ્ધુ અને શાન પણ તેની સાથે જોવા મળી રહ્યા છે.

અર્જુન કપૂરે પણ કર્યું બર્થડે વિશ

છેલ્લાં કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કયુટ લવ બર્ડ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છુટા પડી ગયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા હતા. બંને જણ સાથે દેખાવવાનું પણ ટાળી રહ્યા હતા, પરંતુ આજે બર્થડે પર અર્જુન કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને મલાઈકા અરોરાને વિશ કર્યું છે. મલાઈકાએ પણ વિશ કરવા માટે અર્જુનનો આભાર માનતી સ્ટોરી પોતાના એકાઉન્ટ પર શેર કરી છે. અર્જુનની આ પોસ્ટને કારણે ફેન્સ ખરેખર ગૂંચવણમાં મુકાઈ ગયા છે કે આખરે કપલનું કરન્ટ સ્ટેટસ છે શું?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button