મારો બાળપણનો ક્રશ…Malaika Arora માટે કરોડપતિ સિંગરે કહી એવી વાત કે…
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) હાલમાં અર્જુન કપૂર (Arjun Kapoor) સાથેના બ્રેકઅપના સમાચારને કારણે ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક કરોડપતિ સિંગરે મલાઈકા અરોરા માટે એવી વાત કહી છે કે જે સાંભળીને કદાચ એક્સ બોયફ્રેન્ડ અર્જુન કપૂર ચોંકી ઉઠશે. આવો જોઈએ આખરે શું કહ્યું આ કરોડપતિ સિંગરે અને તે છે કોણ…
આ પણ વાંચો : ICUમાં દાખલ સુભાષ ઘાઈની તબિયતના લેટેસ્ટ અપડેટ
અહીં વાત થઈ રહી છે પંજાબી સિંગર એપી ઢિલ્લોંની. મુંબઈમાં ગઈકાલે જ એપી ઢિલ્લોંનો કોન્સર્ટ યોજાયો હતો અને લોકો પણ તેના સુપરહિટ ગીત પર ઝૂમી ઉઠ્યા હતા. આ જ કોન્સર્ટમાં મલાઈકા અરોરા પણ પહોંચી હતી અને એપી ઢિલ્લોંએ મલાઈકા સાથે ફેન મોમેન્ટ શેર કરી હતી, જેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
સિંગરે મલાઈકા અરોરાને સ્ટેજ પર બોલાવીને કહ્યું હતું કે મલાઈકા તેની ચાઈલ્ડ હૂડ ક્રશ છે. ત્યાર બાદ તેણે મલાઈકા અરોરાને સ્ટેજ પર ગળે લગાવીને તેનું સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં પણ તેણે મલાઈકા માટે તેનું સુપર હિટ સોન્ગ પણ ગાયું હતું. મલાઈકા અરોરા પણ એપી ઢિલ્લોંના ગીત પર ઝૂમતી જોવા મળી હતી.
આ પણ વાંચો : પુષ્પા-ટુ ની શ્રીવલ્લીનું પહેલું ઓડિશન આવું હતું…
બે મોટા સ્ટાર્સને એક સાથે જોઈને ફેન્સને પણ એકદમ મજા પડી ગઈ હતી. તેમના માટે આ મોમેન્ટ કોઈ ટ્રીટ સમાન હતું. કોન્સર્ટમાં મલાઈકાએ પોતાના સિઝલિંગ લૂકથી ચાર ચાંદ લગાવી દીધા હતા. શોર્ટ ડ્રેસ અને હાઈ હિલ્સમાં મલાઈકા અરોરા એકદમ બ્યુટીફૂલ લાગી રહી હતી. તેમે સ્લિંગ બેગ કેરી કરીને પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો. ઓપન હેર અને ગ્લોઈંગ મેકઅપ મલાઈકાને બ્યુટીફૂલ અને બોલ્ડ બનાવી રહ્યા હતા.