મનોરંજન

It’s Confirm? ગર્લફ્રેન્ડના બર્થડે પર ગાયબ Arjun Kapoor, યે ચલ ક્યા રહા હૈ ભાઈ?

છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા આજે પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે અને પિતાના નિધન બાદ મલાઈકાનો આ પહેલો જન્મદિવસ છે. એક તરફ પિતાનું નિધન અને બીજી બાજું બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે બ્રેકઅપ. જોકે, મલાઈકાના ફેન્સ તેના આ દિવસને ખાસ બનાવવા, સ્પેશિયલ બનાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. મલાઈકાના તમામ નજીકના લોકો તેને સોશિયલ મીડિયા પર વિશ કરીને મેસેજ કરી રહ્યા છે.

મલાઈકા અરોરાની બેસ્ટ ફ્રેન્ડ કરિના કપૂર અને કરિશ્મા કપૂરે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને શુભેચ્છા પાઠવી રહ્યા છે. પરંતુ આ બધામાં લોકોને મલાઈકાનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર આજે તેના આ સ્પેશિયલ ડે પર ક્યાં છે એવો સવાલ પણ ફેન્સને થઈ રહ્યો છે. લોકોનું ધ્યાન એ વાત પર પણ છે કે અર્જુન કપૂર મલાઈકાને બર્થડે વિશ કરે છે કે નહીં?
અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ થઈ ગયું છે અને બંને જણ પોતાની લાઈફમાં આગળ વધી ગયા છે. જોકે, હજી સુધી ફેન્સને એ વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે, કારણ કે મલાઈકા કે અર્જુને આ વિશે કંઈ ખુલાસો કર્યો નથી. બંને જણ હાલમાં એકબીજાથી દૂર રહે છે અને સોશિયલ મીડિયા પર પણ બંને જણ એકબીજાથી ડિસ્ટન્સ રાખે છે.

જોકે, વાત પણ એટલી જ સાચી છે જ્યારે મલાઈકાના પિતાનું નિધન થયું ત્યારે અર્જુન કપૂરે તેને સધિયારો આપ્યો હતો. ઘરના દીકરાની જેમ તેણે તમામ ફરજ નિભાવી હતી અને મલાઈકાનો પડછાયો બનીને તે સતત તેની સાથે જોવા મળ્યો હતો, આવામાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે એ વાત માનવું જરા અઘરું છે.

મલાઈકાના જન્મદિવસે અર્જુન કપૂર ગાયબ દેખાઈ રહ્યો છે અને સવારથી લઈને અત્યાર સુધીમાં તો અર્જુને મલાઈકા માટે કોઈ પોસ્ટ શેર નથી કરી. હવે આનો શું અર્થ છે એ તો મલાઈકા કે અર્જુન જ રહી શકે, પરંતુ ફેન્સ એવો અંદાજ લગાવી રહ્યા છે કે બંનેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે.

આ પણ વાંચો: કોઇ પછતાવો નથી.. અર્જુન કપૂર સાથે બ્રેક અપ બાદ મલાઇકાએ કહી દીધી એવી વાત કે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button