મલાઈકા-અર્જુન કપૂરના રસ્તા અલગ થયા! આ કારણે છૂટા પડ્યા….

બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના લાંબા સંબંધોને લઈને એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સમાચાર આવી રહ્યા છે કે બંને અલગ થઈ ગયા છે. આખરે 7 વર્ષ પછી બંનેએ કેમ અલગ થવાનો નિર્ણય લીધો એવો સવાલ બધાને સતાવી રહ્યો છે.
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડના લોકપ્રિય કપલ છે. ઘણા લાંબા સમયથી તેઓ ડેટ કરી રહ્યા હતા. વર્ષ 2019 માં, બંનેએ તેમના સંબંધોની પુષ્ટિ પણ કરી હતી. પરંતુ બંનેને તેમની ઉંમરના તફાવતને કારણે ખૂબ ટ્રોલ કરવામાં આવતા હતા, કારણ કે મલાઈકા અરોરા 50 વર્ષની છે, જ્યારે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર 38 વર્ષનો છે. 12 વર્ષના ગેપને કારણે આ સંબંધ પર લોકો વારંવાર સવાલ ઉઠાવતા હતા. લોકોની નિંદાની પરવા કર્યા વિના આ કપલ ક્વોલિટી ટાઈમ વિતાવવાની કોઈ તક છોડતું નહોતું. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે લાંબા સમય સુધી સાથે રહ્યા બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અહેવાલ મુજબ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
થોડા સમય પહેલા પણ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે અર્જુન કપૂર સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સર કુશા કપિલાને ડેટ કરી રહ્યો છે. આ બાબતે સ્પષ્ટતા કરતા કુશા કપિલાએ એ સમયે કહ્યું હતું કે તેની અને અર્જુન કપૂર વચ્ચે કંઈ જ નથી. વેલ, આ પછી અર્જુન કપૂરે મલાઈકાના જન્મદિવસ પર એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી. તેઓ બંને એક સાથે આવ્યા અને કહ્યું હતું કે આજ સુધી તેમના રસ્તા અલગ થયા નથી.
મલાઈકા અરોરા અને અર્જુન વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ હતા. આવી સ્થિતિમાં બ્રેકઅપ પછી પણ બંને સારા મિત્રોની જેમ જ રહેવા માગે છએ. તેઓ આ મામલાને પોતાની વચ્ચે પતાવવા માંગે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, તેમનો સંબંધ ખૂબ જ પ્રેમાળ હતો. જોકે, હવે તે સમાપ્ત થઈ ગયો છે, પણ બંને વચ્ચે કોઈ વાતને લઈને લડાઈ નથી. તેઓ ભવિષ્યમાં પણ એકબીજાને સાથ આપશે. બંને ખૂબ જ ગંભીર સંબંધમાં હતા, તેથી તેઓએ લોકોને તેમના અંગત જીવનની ગોપનીયતા જાળવવાની અપીલ કરી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર તેની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં તે અજય દેવગનની ‘સિંઘમ અગેન’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. મલાઈકા અરોરાની વાત કરીએ તો તેણે સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાનથી ડિવોર્સ લીધા હતા. હાલમાં તે ઘણા ડાન્સ શોમાં જજ તરીકે જોવા મળે છે.