મનોરંજન

‘ડંકી’ને કારણે મેકર્સે લીધો મોટો નિર્ણય, તો શું ‘સાલાર’ સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય!

મુંબઇઃ દક્ષિણના સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલાર સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મના એડવાન્સ બુકિંગમાં પણ એવો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે કે સિનેમા ટિકિટ બુકિંગ વેબસાઇટ બુક માય શો પણ ક્રેશ થઇ ગઇ હતી. સાલાર ફિલ્મની એડવાન્સ બુકિંગે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીને ઘણી પાછળ છોડી દીધી છે. તેલુગુ, મલયાલમ, તમિલ, કન્નડ અને હિન્દી -એમ વિશ્વભરની પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ રહેલી સાલાર, ડંકી સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે, જે એડવાન્સ બુકિંગના સંદર્ભમાં ડંકીને ટક્કર આપતી જોવા મળે છે, પરંતુ પ્રભાસની ફિલ્મના મેકર્સનો આરોપ છે કે ઉત્તર ભારતમાં બીજી ઘણી ફિલ્મોની જેમ સાલારનું પ્રમોશન કરવામાં આવી રહ્યું નથી. આવી સ્થિતિમાં ફિલ્મના નિર્માતાઓએ એક મોટો નિર્ણય લીધો છે.

ફિલ્મના નિર્માતાઓએ દક્ષિણ ભારતના તમામ પીવીઆર આઇનોક્સ અને મિરાજ સિનેમાઘરોમાં સાલાર રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે હિન્દી ભાષી વિસ્તારોમાં સિનેમા હોલના માલિકો પ્રભાસની ફિલ્મને જગ્યા નથી આપી રહ્યા. જેના કારણે મેકર્સે આ નિર્ણય લેવો પડ્યો છે.


એડવાન્સ બુકિંગ વિશે વાત કરીએ તો, તો એક અહેવાલ અનુસાર મિત્રતાની થીમ પર આધારિત સાલારે પ્રથમ દિવસે તમામ ભાષાઓમાં 2,48,564 ટિકિટ વેચી છે. એકંદરે, સાલારે અત્યાર સુધીમાં એડવાન્સ બુકિંગથી રૂ. 6.03 કરોડની કમાણી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button