મનોરંજન

‘મૈને પ્યાર કિયા’ ફિલ્મની અભિનેત્રીએ કર્યું ટાન્સફોર્મેશન, ‘ભાઈજાન’ ઝાંખા પડ્યા

મુંબઈઃ બોલીવુડના સ્ટાર અભિનેતા સલમાન ખાન અને ભાગ્યશ્રી બંન્ને માટે મૈને પ્યાર કિયા ફિલ્મ પોતાના જીવનનું એક મહત્વનું પાસુ હતું. આજે પણ લોકો આ જોડીને મોટા પડદે જોવાની ઝંખના રાખે છે, જો કે હવે બંન્નેની જોડી પહેલા જેવી જ આકર્ષક લાગશે કે કેમ એ પણ એક પ્રશ્નાર્થ છે. ભાગ્યશ્રી તો હાલ પણ એટલી જ યંગ જોવા મળે છે, જ્યારે તેના ટ્રાન્સફોર્મેશનથી ચાહકોનું દિલ જીતી રહી છે.

આજે પણ ભાગ્યશ્રી માટે અનેક ઉદાહરણો આપવામાં આવે છે કે ઘણી ઓછી એક્ટ્રેસ છે, જે પોતાની પહેલી ફિલ્મથી જ લોકોના દિલો પર રાજ કરવા લાગી હોય. 35 વર્ષ પહેલા ભાગ્યશ્રીએ સલમાન ખાન સાથે મૈને પ્યાર કિયાથી ફિલ્મથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું.
જોકે આજે પણ અભિનેત્રીને એ જ ફિલ્મથી યાદ કરવામાં આવે છે. ભાગ્યશ્રી આટલા વર્ષો બાદ પણ પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે એની સાથે 35 વર્ષોમાં અભિનેત્રીનું ટ્રાન્સફોર્મેશન પણ જોવા જેવું છે. આજે ભલે ભાગ્યશ્રી પંચાવન વર્ષની થઈ, પરંતુ તેની સુંદરતાને કારણે આજે લોકોના દિલ પર રાજ કરે છે.
ભાગ્યશ્રીએ તાજેતરમાં એક રિલ શેર કરી હતી, જેમાં તેણે પોતાનો હેર લુક બદલવા અને હાઈલાઈટ કરવાની જાણ કરી હતી. તેમણે નવા લુકની ઝલક પણ પોતાના ફેન્સને આપી હતી. નવા લૂકમાં ભાગ્યશ્રી સુપર ગ્લેમરસ લાગી રહી છે. ફેન્સ તેમના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે તો સવાલ જ પૂછી લીધો કે તમારી ઉંમર વધતી નથી કે શું? બીજા એક યુઝરે લખ્યું હતું કે રિવર્સ એજિંગ થઈ રહી છે કે શું?યંગ બાળકોની મોમ હોવા છતા ભાગ્યશ્રી સુપર જોવા મળે છે. પોતાની ફિટનેસથી તેઓ ઘણા યંગ સ્ટાર્સને પણ પડકાર ફેંકે છે. બીજી બાજુ બોલીવુડના ‘ભાઈજાન’ સલમાન ખાનની વાત કરવામાં આવે તો હાલમાં જ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો, જેનાથી લોકોમાં ચર્ચા છે કે 57 વર્ષની ઉંમરે સલમાન મેકઅપ વિના વૃદ્ધ દેખાવા લાગ્યા છે. અને તેમના આ વીડિયોથી ફેન્સના શોકિંગ રિએક્શન પણ આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ઉંમર થવા પર સલમાન વૃદ્ધ દેખાય છે પણ છતા ક્યુટ લાગે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ