Superstar Mahesh babuની દીકરી સિતારાએ પિતાને ટેગ કરીને પોસ્ટ કર્યો એવો વીડિયો કે…
South Superstar Maheshbabuની ફેનફોલોઈંગ ખૂબ જ જોરદાર છે અને તેની એક્ટિંગથી લઈને સ્ટાઈલ સુધી દુનિયા દિવાની છે. મહેશબાબુની જેમ જ એની દિકરી સિતારા પણ એકદમ પોપ્યુલર છે અને હંમેશા કોઈને કોઈ કારણસર તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે. બંને બાપ-દીકરીની બોન્ડિંગ એકદમ જોરદાર છે પરંતુ આ બધા વચ્ચે સિતારાએ પપ્પા મહેશ માટે કંઈક એવું કર્યું છે કે જેને કારણે સોશિયલ મીડિયા પર તેની વાહવાહી થઈ રહી છે. આવો જોઈએ એવું તે શું કર્યું આ પાપ્પાની લાડલીએ…
વાત જાણે એમ છે કે સિતારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ડાન્સનો વીડિયો શેર કર્યો છે અને પપ્પા મહેશ બાબુને પણ ટેગ કર્યા છે. વીડિયોમાં સિતારાએ પોતાના પપ્પાના જ ગીત લૂંગી પહેરીને એકદમ મજેદાર ડાન્સ અને એનેર્જેટિક ડાન્સ કરે છે. તેના મૂવ્ઝ અને ડાન્સ એકદમ સુંદર છે. સિતારાની એનર્જી જોઈને કોઈ પણ એની સાથે ડાન્સ કરવા લલચાઈ શકે છે.
આ વીડિયોને શેર કરીને સિતારાએ પિતા મહેશ બાબુને ટેગ કરીને કેપ્શનમાં લખ્યું છે કે આ માત્ર તમારા માટે છે. દીકરી સિતારાનો ડાન્સ જોઈને મમ્મી નમ્રતા શિરોડકરે પણ રિએક્ટ કર્યું છે અને તેણે કમેન્ટ કરતાં લખ્યું છે કે તું સૌથી બેસ્ટ છે મારી ફાયર ક્રેકર..
સિતારાએ વ્હાઈટ કલરનો શર્ટ પહેર્યો છે અને તેણે સાઉથની સ્ટાઈલમાં લૂંગી બાંધી છે અને નીચે વ્હાઈટ સ્નીકર પહેર્યા છે. આ ઓવરઓલ લૂકમાં સિતાર ખૂબ જ સુંદર લાગી રહી છે. મમ્મી નમ્રતા જ નહીં પણ યુઝર્સ, પણ આ પાવરપેક ડાન્સ પર એકદમ ફિદા થઈ ગયા છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે ત્યારથી તેના પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. એક યુઝરે લખ્યું છે કે છોટી ફિમેલ સુપસ્ટાર સિતારા… ભગવાને મહેશ બાબુને ખૂબ જ સુંદર દીકરી આપી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મહેશ બાબુની ફિલ્મ ગુંટૂર હાલમાં જ રિલીઝ થઈ છે અને દર્શકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ 12મી જાન્યુઆરીના થિયેટરમાં રિલીઝ થઈ હતી અને હવે એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે ટૂંક સમયમાં જ મહેશ બાબુ એસએસ રાજામૌલીની ફિલ્મમાં જોવા મળશે, જોકે આ મામલે હજી સુધી કોઈ પણ ઓફિશિયલ માહિતી સામે આવી નથી.