નેશનલમનોરંજન

મહાઠગ સુકેશ જેકલીન માટે કરશે નવરાત્રીના ઉપવાસ, પત્ર લખીને જણાવ્યું…

કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં દિલ્હીની જેલમાં બંધ ગેંગસ્ટર અને મહા ઠગ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને પત્ર લખ્યો છે. પત્રમાં સુકેશે લખ્યું છે કે આ વખતે તે જેકલીન અને તેની આસપાસ ફેલાયેલી નકારાત્મકતાને દૂર કરવા નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરશે. તે માને છે કે માતા ભવાની તેના આશીર્વાદ વરસાવશે અને બધું જલ્દી સારું થઇ જશે.

જેકલીનની સુંદરતાના વખાણ કરતા સુકેશે પત્રમાં લખ્યું છે કે તે (જેકલીન) દોહા ઈવેન્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ટૂંક સમયમાં આપણે બંને સાથે હોઇશું. દુનિયાની કોઈ જેલ મને તારાથી (જેકલીન)થી દૂર નહીં કરી શકે. સુકેશના કહેવા પ્રમાણે તે પૂરા 9 દિવસ ઉપવાસ કરશે. માતા શક્તિ તમને આશીર્વાદ આપશે.

સુકેશે પત્રમાં લખ્યું છે કે ખુશી જલ્દી પરત આવવાનો છે. હવે એ સમય આવી ગયો છે કે તમામ સત્ય સામે આવી જશે. તે તેને (જેકલીન) પાગલની જેમ પ્રેમ કરે છે. મારી પર જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે, તે ક્યારેય સાચા સાબિત થશે નહીં. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સુકેશ વધુમાં લખે છે કે ચિંતા કરશો નહીં. હું હંમેશા તારી મદદ કરવા તૈયાર રહીશ. મને ખબર છે કે તું (જેકલીન) મને કેટલો પ્રેમ કરે છે? હું તારા માટે જ જીવું છું અને તું જ મારું જીવન છે. જો મને મારા જીવનમાં તું નહી મળેતો હું જેલમાં જ મરી જઇશ.

જોકે સુકેશનો જેકલીનને લખેલો આ પહેલો પત્ર નથી. આ પહેલા પણ તેણે લગભગ ચાર વખત પત્ર લખીને જેકલીન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. સુકેશે આ વર્ષે માર્ચમાં પોતાના જન્મદિવસ પર પણ આવો જ પત્ર લખ્યો હતો. ત્યારબાદ એપ્રિલમાં પણ એક પત્ર મીડિયા સામે આવ્યો હતો. મે મહિનામાં તેણે એક પત્ર દ્વારા જણાવ્યું હતું કે તેના દિલમાં જેકલીન માટે શું ચાલી રહ્યું છે. સુકેશે હંમેશા દાવો કર્યો છે કે તે જેકલીનના પ્રેમમાં છે. અને જેકલીનને તેણે ઘણી મોંઘી ભેટ પણ આપી. જેકલીન સાથે સુકેશના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

નોંધનીય છે કે પોલીસની પૂછપરછમાં જેકલીને સુકેશ સાથે પોતાના તમામ સંબંધોને નકારી દીધા હતા તેમજ સુકેશને તેને જે ગીફ્ટ આપી તે તેના કામના માટે આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button