મનોરંજન

Maharaj Poster:આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મનું પોસ્ટર જાહેર, જાણો ક્યારે અને ક્યાં પ્લેટફોર્મ પર રીલીઝ થશે

મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાનનો મોટો દીકરો જુનૈદ ખાન(Junaid Khan) બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. સિદ્ધાર્થ પી મલ્હોત્રાની પિરિયડ ડ્રામા ફિલ્મ ‘મહારાજ’ (Maharaj Film)માં જુનૈદ જયદીપ અહલાવત (Jaideep Ahlawat)અને શાલિની પાંડે(Shalini Pandey) સાથે સ્ક્રીન પર જોવા મળશે. મહારાજ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે, આદિત્ય ચોપરાની YRF એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી છે.

નેટફ્લિક્સ ઈન્ડિયા(Netflix India)ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ મહારાજ ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે, “એક વગદાર માણસ અને નિર્ભય પત્રકાર વચ્ચે સત્યની લડાઈ. સત્ય ઘટનાઓ પર આધારિત – મહારાજ 14 જૂને રિલીઝ થઈ રહી છે, ફક્ત નેટફ્લિક્સ પર!

Read More: Allu Arjunની Pushpa-2એ રિલિઝ પહેલા જ કંઈક એવો ધમાકો કર્યો કે…

નેટફ્લિક્સ ઈન્ડિયાના દ્વારા શેર કરવામાં આવેલા સિનોપ્સીસમાં લખવામાં આવ્યું છે કે, “આ વાત વર્ષ 1862ની, એ સમય જ્યારે ભારતમાં માત્ર ત્રણ યુનિવર્સિટીઓ હતી, રવીન્દ્રનાથ ટાગોર એક વર્ષના હતા અને 1857 ની સિપાહી વિદ્રોહ બાદ સ્વતંત્રતાની જ્વાળાઓ ફેલાઈ રહી હતી. તમામ મતભેદો સામે, એક વ્યક્તિ એક ઐતિહાસિક કાયદાકિત લડાઈમાં હિંમતભેર સ્ટેન્ડ લે છે, 160 વર્ષ બાદ આ સત્ય ઘટના મહારાજ ફિલ્મમાં રજુ કરવામાં આવશે.”

નેટફ્લિક્સ ઈન્ડિયાના જણાવ્યા મુજબ ” પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મુળજી, મહિલા અધિકારો અને સામાજિક સુધારણા માટે અગ્રણી હિમાયતી હતા, મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજના વિદ્યાર્થી હતા, તેમને વિદ્વાન-નેતા દાદાભાઈ નરોજીનો સહારો મળ્યો, તેમણે વિધવા પુનર્લગ્ન પર લખ્યું, દલિત લોકો માટે સ્ટેન્ડ લીધું અને સમાજમાં સુધારાના બીજ વાવ્યા. એક ધાર્મિક આગેવાન પર અસામાજિક પ્રવૃતિઓના આરોપ લાગ્યા બાદ 1862 માં મહારાજ બદનક્ષી કેસ થયો, ઘણા લોકો આને ઈતિહાસની મહત્વપૂર્ણ કાનૂની લડાઇઓમાંથી એક માને છે.”

Read More: Malaika Aroraએ કચરો ઉઠાવીને ડસ્ટબિનમાં ફેંક્યો, ટ્રોલ કરીને પૂછ્યા સવાલ?

જુનૈદ આમિર અને તેની પહેલી પત્ની રીના દત્તાનો પુત્ર છે. તેનો જન્મ 1994માં થયો હતો. જુનૈદ પહેલાથી જ બે અન્ય ફિલ્મો પર કામ કરી રહ્યો છે. તે પ્રિતમ પ્યારે સાથે નિર્માતા તરીકે તેની શરૂઆત કરશે, જુનૈદ આમિર ખાન પ્રોડક્શનની એક ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button