મનોરંજન

વિદ્યા બાલન અને માધુરી દિક્ષીત વચ્ચે કઈ બાબતને લઈ થઈ ફાઈટ, ક્લિપ પણ વાઈરલ

અનિસ બઝમીની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલભુલૈયા-3’થી ઘણી આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. આ ફિલ્મમાં માધુરી અને વિદ્યા વચ્ચે જોરદાર જંગ જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેને દર્શકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ નિર્માતા સોશિયલ મીડિયા પર સતત અપડેટ્સ શેર કરી રહ્યા છે. વિદ્યા બાલને પણ હાલમાં માધુરી દિક્ષીત સાથેની તેની લડાઇની એક ક્લિપ શેર કરી છે.

ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી નથી. ઘણા ટીઝર્સ અને ટ્રેલર્સ રિલીઝ કર્યા પછી હવે ‘ભૂલભુલૈયા-3’નું નવું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે રૂહ બાબા અને મંજુલિકા વચ્ચેનો અંતિમ મુકાબલો જોવા માટે હવે ફક્ત બે અઠવાડિયા બાકી છે.

વીડિયોની શરૂઆત કાર્તિક આર્યનની કોમેન્ટ્રીથી થાય છે, જેમાં તે કહે છે કે માત્ર મૂર્ખ જ ભૂતથી ડરે છે. તે જ સમયે માધુરી દીક્ષિત મંજુલિકા ચીસો પાડતા આવે છે અને કહે છે ‘તમે ડરી ગયા છો’. આ પછી, કાર્તિકનું પાત્ર રૂહ બાબા વિદ્યાને કહે છે, ‘મંજુ, હું તારા માટે આવું છું’.

Instagram પર આ પોસ્ટ જુઓ

tseriesfilms (@tseriesfilms) દ્વારા શેર કરેલ એક પોસ્ટ

કાર્તિક અને વિદ્યા લોકપ્રિય ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ 16’માં ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળશે. તેમનો એપિસોડ આજે (શુક્રવારે) પ્રસારિત થશે. એપિસોડના કેટલાક પ્રોમોઝ પહેલાથી જ રિલીઝ થઈ ચૂક્યા છે. ચાહકો ઘણા ઉત્સુક છે અને ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અનીસ બઝમીની આગામી ફિલ્મ ‘ભૂલભુલૈયા-3’માં કાર્તિક આર્યન સાથે વિદ્યા બાલન, માધુરી દીક્ષિત, સંજય મિશ્રા, તૃપ્તિ ડિમરી અને રાજપાલ યાદવ, સંજય મિશ્રા સહિતના અન્ય કલાકારો મહત્વની ભૂમિકામાં છે. ભૂલ ભુલૈયા ફ્રેન્ચાઈઝીનો આ ત્રીજો હપ્તો છે. આ ફિલ્મ 1 નવેમ્બરે રિલીઝ થશે.આ ફિલ્મનું ટ્રેલર 17 ઑક્ટોબરે જયપુરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button