માધુરી દિક્ષીત, નુસરત ભરુચા અને શ્રદ્ધા કપૂરે આ રીતે માણી પહેલાં વરસાદની મજા…

મુંબઈમાં છેલ્લાં બે દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને આવી સ્થિતિમાં મુંબઈગરાની સાથે સાથે બોલીવૂડના સેલેબ્સે પણ વરસાદની મજા માણવા માટે નીકળી પડ્યા હતા. એટલું જ તેમણે પોતાના ફોચો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આવો જોઈએ સેલેબ્સે કઈ રીતે પહેલાં વરસાદની મજા માણી હતી…
નુસરતે વરસાદ સાથે ઉઠાવ્યો કોફીનો લુત્ફ…
બોલીવૂડ એક્ટ્રેસે નુસરત ભરુચાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં એક્ટ્રેસે જિમવિયર પહેર્યા છે અને એક્સરસાઈઝની વચ્ચે નુસરત વરસાદમાં કોફી એન્જોય કરતી જોવા મળી હતી. નુસરત પોતાના ઘરની બાલ્કનીમાં વરસાદની મજા માણતી જોવા મળી રહી છે અને તેણે પોતાનો આ ફોટો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે ચાલો, કામ છોડીને બહાર જઈએ…
ધકધક ગર્લે રેન ડાન્સ કર્યો
બી-ટાઉનની ધકધક ગર્લ માધુરી દિક્ષિતે પણ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં માધુરી છત્રી લઈને રેન ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ સમયે તેણે પિંક શેડનો કો-ઓર્ડ સેટ પહેર્યો છે. માધુરીએ પોતાનો વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે મૌસમ કા જાદુને પોતાનો જાદુ બનાવી લેવા દો.. વીડિયો જોઈને ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા અને લાઈક્સ અને કમેન્ટ શેર કરી રહ્યા છો.
શ્રદ્ધા કપૂરે શેર કર્યા કેરીના ફોટો
એક્ટ્રેસે શ્રદ્ધા કપૂરે ફેન્સ સાથે કેટલાક ફોટો શેર કર્યા હતા અને તે ચીલ કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસે આ ફોટોઝમાં ક્યારેક પોતાના પેટ સાથે રમતી જોવા મળી રહી તો ક્યારેક તે કેરી ખાતી જોવા મળી રહી છે. તેણે આ ફોટોની કેપ્શનમાં લખ્યું હતું કે નથી લખવી કેપ્શન, મારી મરજી… એક્ટ્રેસના ફોટો પર કમેન્ટ્સ અને લાઈક કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.
વાત કરીએ આ અભિનેત્રીઓના વર્ક ફ્રન્ટની તો નુસરત ભરૂચા હાલમાં જ ફિલ્મ છોરી ટુમાં જોવા મળી હતી અને શ્રદ્ધા કપૂરને ફિલ્મ સ્ત્રી ટુમાં જોવા મળી હતી અને માધુરી દિક્ષિત ફિલ્મ મજા મામાં જોવા મળી હતી.