પ્રિયંકા અને નિક વચ્ચેના ઉંમર તફાવતને લઈને મધુ ચોપરાએ આપ્યો ટ્રોલ્સને તીખો જવાબ
બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રિયંકા ચોપરા (priyanka chopra) અને નિક જોનાસની (nick jonas) ગણતરી બેસ્ટ કપલમાં થાય છે. બંનેના લગ્ન 2018માં થયા હતા, બંનેની ઉંમર વચ્ચે 10 વર્ષનો તફાવત છે. તેમના લગ્ન સમયે આ ચર્ચાનો વિષય બન્યો હતો. હાલમાં જ પ્રિયંકા ચોપરાના મમ્મી મધુ ચોપરાએ બંનેની ઉમરને લઈને તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. મધુ ચોપરાએ કહ્યું છે કે બંનેના ઉંમરના તફાવતથી કોઈ જ ફરક નથી પડતો.
એક ઇંટરવ્યૂ દરમિયાન મધુ ચોપરાએ કહ્યું હતું કે, “મઅને કોઈ જ ફરક નથી પડતો, માણસ સારો છે, છોકરી સારી છે, બંને એકબીજાની સંભાળ રાખે છે, બસ આટલું પૂરતું છે. આ બાબતે કોઈ ચર્ચા નથી થઈ, મે તેને કોઈ દિવસ આ દ્રષ્ટિએ જોયો જ નથી. હું ત્યારે બહુ જ ખુશ હતી અને ઉત્સાહીત પણ હતી, બોલવાવાળા બોલતા રહ્યા હતા. “
મધુ ચોપરાએ એ પણ કહ્યું હતું કે, “જ્યારે નિક પહેલી વખત ભારત આવ્યા ત્યારે તે મને લાંચ પર લઈ ગયા હતા., જય પ્રિયંકા પાસે નહોતી. ત્યારે નિકે મને પૂછ્યું કે હું પ્રિયંકા માટે કેવો છોકરો પસંદ કરું છું. ત્યારે મે લિસ્ટ સંભળાવવાનું શરૂ કરી દીધું અને તેણે મારો હાથ પકડીને કીધું કે , ‘હું એ જ છોકરો છું, શું હું એ વ્યક્તિ બની શકું છું? હું વચન આપું છું કે તમારી લિસ્ટમાંથી કાઇપણ બાબત બાકી નહિ રહેવાં દઉં.’ મધુ ચોપરા નિકની વાતોથી પ્રભાવિત થયા અને તેને નિક પસંદ આવ્યો.
આ પણ વાંચો : ભારતના જમાઈ અને પ્રિયંકાના પતિએ આ કારણે ચાહકોની માગી માફી
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન ડિસેમ્બર 2018મા થયા હતા. બંનેએ જાન્યુઆરી 2022 માં સરોગસિના માધ્યમથી તેમની દીકરી માલતિના માતાપિતા બન્યા હતા. પ્રિયંકા ચોપરાને એક ઇંટરવ્યૂમાં પૂછવામાં આવેલું કે તે તેના કામ અને માતૃત્વની ફરજો બંનેને કઈ રીતે બેલેન્સ કરે છે. તેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું હતું કે તેના ઉછેર માટે પણ એક મહિલા છે જેના લીધે માલતિની સંભાળમાં ખૂબ જ મદદ મળી છે.