મનોરંજન

હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી મેડમ સંજના પણ…

મુંબઈઃ ‘મે આઈ કમ ઈન મેડમ’ સિરિયલથી જાણીતી બનેલી નેહા પેંડસે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેની સ્ટાઈલ અને ટ્રાન્સફોર્મેશનની વાત ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક એવોર્ડ ફંક્શનમાં તેની સ્ટાઈલને કારણે ફરી લાઈમલાઈટમાં આવી ગઈ છે, જેમાં તેની પ્રશંસા સાથે ટ્રોલ પણ કરવામાં આવે છે. ‘ભાભી જી ઘર પર હૈં’ લોકપ્રિય સિરિયલથી ઘરે ઘરે જાણીતી બની છે. આ શોમાં નેહા પેંડસે ગોરી મે તરીકે જાણીતી બની હતી, જે આઈટીએ એવોર્ડ્સમાં જોવા મળી હતી.

નેહા પેંડસે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી, પરંતુ એ વખતે તેનાથી એક નાની સરખી ભૂલ થઈ હતી, પરંતુ એના કારણે ટ્રોલર્સની ટીકાનું કારણ બની હતી. બ્લેક હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળેલી નેહાને જોઈને લોકો રીતસર ભાન ભૂલી ગયા હતા.

નેહાના બોલ્ડ અવતારને જોઈને લોકો ખુશ થઈ ગયા હતા, પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે નેહાનો લૂક એકદમ ગ્લેમરસ અને ક્લાસી હતો. અભિનેત્રી હાઈ સ્લિટને મેનેજ કરી શકી નહોતી, જેમાં તેને તકલીફ પણ પડી હતી. તેના બોલ્ડ આઉટફીટ સંભાળવાની કોશિશ કરી તો અન્કફર્ટેબલ પણ લાગી હતી.

નેહાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ અબજગજબની પ્રતિક્રિયા આપી હતી. એક યૂઝરે તો એટલે સુધી લખ્યું હતું કે જબ સંભલતી નહીં તો પહનતી ક્યોં હૈં. બીજા યૂઝરે લખ્યું હતું કે ન દિખાના આતા હૈ ઔ ન છિપાના. નેહાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હવે તો નેહા આ સિરિયલનો હિસ્સો નથી. નેહા સોશિયલ મીડિયા પર પણ જોરદાર એક્ટિવ રહે છે, જેમાં તેના ફોલોઅર્સની સંખ્યા 1.9 મિલિયનથી વધુ છે.

39 વર્ષની નેહાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ અને હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એના સિવાય ટીવી સિરિયલની પણ જાણીતી અભિનેત્રી છે, તેમાંય વળી મે આઈ કમ ઈન મેડમ (મેડમ સંજના)માં વિશેષ લોકપ્રિયતા મેળવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button