લો હવે નવી વાત બહાર આવીઃ લવને બહેન સોનાક્ષી સાથે નહીં પણ આ વ્યક્તિ સાથે નથી મેળ

અભિનેત્રી સોનાક્ષી સિન્હાના લગ્ન (Sonakshi weds Zahir)પહેલા અને પછી વિવાદોમાંથી બહાર નીકળતા નથી. લગ્ન પહેલા માતા-પિતા નારાજ હોવાનું કહેવાતું હતું. પિતા શત્રુઘ્ન સિન્હા (Shatrughna Sinha) લગ્નમાં હાજરી જ નહીં આપે તેવી અટકળો પણ હતી, પરંતુ પિતાએ તમામ વાતોને ફગાવી હતી અને સાદાઈતી દીકરીને વળાવી ત્યાં હવે સોનાક્ષીના લગ્ન અને રિસેપ્શનમાં ભાઈ લવની ગેરહાજરીનો વિવાદ શમવાનું નામ નથી લેતો.
આ દિવસોમાં સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની ચર્ચા બોલિવૂડના કોરિડોરમાં થઈ રહી છે. આ કપલે સાદા લગ્ન કર્યા હતા અને ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. તેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ ભાગ લીધો હતો. આ લગ્નમાં સોનાક્ષી સિન્હાનો ભાઈ લવ સિંહા ગેરહાજર રહ્યો હતો. લવ સિન્હાની ગેરહાજરીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા અને અનેક અટકળો લગાવવામાં આવી હતી.
ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મુકતા લવ સિંહાએ (Luv Sinha) લગ્નમાં હાજરી ન આપવાનું સાચું કારણ જાહેર કર્યું છે. તેણે પોસ્ટમાં લખ્યું, કારણો ખૂબ જ સ્પષ્ટ છે કે શા માટે મેં ચોક્કસ લોકો સાથે સંબંધો નથી રાખ્યા અને કોઈ પણ રીતે રાખીશ નહીં.
બે દિવસ પહેલા ટેલિગ્રાફનો એક આર્ટિકલ શેર કરતી વખતે લવ સિન્હાએ તેમાં લખેલી કેટલીક લાઈનો ટાંકી હતી. આ આર્ટિકલ દ્વારા એમ કહેવામાંઆવી રહ્યું છે કે ઝહીરના પિતા ઈકબાલ સામે ઈડીની તપાસનો આદેશ હતો, પણ પછી ભીનું સંકેલાયું હતું. આથી લવને ઝહીર નહીં પણ પિતા ઈકબાલ સામે વિરોધ હોવાનું જાણવા મળ્યું છે અને તે તેમની સાથે સંબંધ રાખવા માગતો નથી.
આ ટ્વિટ કર્યા બાદ ઘણા સવાલો ઉભા થયા હતા. લવએ અગાઉ એમ કહ્યું હતું કે તેના માટે પરિવાર સૌથી મહત્વનો છે અને મીડિયા તેના વિશે ખોટી વાતો જણાવી રહ્યું છે. તેણે સ્પષ્ટ કર્યું કે તે ભવિષ્યમાં પણ સોનાક્ષી સિન્હાના સાસરિયાં સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. બાદમાં લવએ આ બાબતો પર પૂર્ણવિરામ લગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ હવે આ મામલાએ જોર પકડ્યું છે અને ઝહીર ઈકબાલનો પરિવાર કયા પ્રકારના મામલામાં સંડોવાયેલો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
જોકે જે હોય તે અલગ વિષય છે, પરંતુ સોનાક્ષીએ પોતાના મનના માણિગર સાથે ઘર માંડ્યું છે અને હાલમાં તો જોડું ખુશ દેખાય છે.
Also Read –