Sonakshi Sinhaના સ્ટ્રોક સામે ભાઈ Luv Sinhaએ માર્યો Master Stroke, કરી એવી પોસ્ટ કે…
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zahir Iqbal)ના લગ્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કદાચ સૌથી વધુ ચર્ચિત લગ્નમાંથી એક છે. લગ્નના ત્રણ મહિના બાદ પણ જાત-જાતની ચર્ચાઓ અને વાતો સાંભળવા મળે છે. ખુદ સોનાક્ષીના પિતા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હા (Shatrughna Sinha) આ લગ્નથી ખુશ નહોતા અને એમની સાથે સાથે જ સોનાક્ષીના બંને ભાઈઓ લવ સિન્હા (Luv Sinha) અને કુશ સિન્હા (Kush Sinha)એ તો બહેન સોનાક્ષીના લગ્નમાં હાજરી પણ નહોતી આપી. ગઈકાલે રક્ષા બંધનના તહેવાર પર પણ બંને ભાઈઓના કાંડા બહેન સોનાક્ષીની રાખડી વિના સૂના રહી ગયા હતા. હવે લવ સિન્હાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જેણે નેટિઝન્સનું ધ્યાન ખેંચ્યું હતું. આવો જોઈએ શું છે ખાસ લવની પોસ્ટમાં-
લગ્નને કારણે ભાઈ-બહેનના સંબંધમાં પડેલી તિરાડ રક્ષા બંધનના દિવસે પૂરાઈ જશે. પણ એવું કંઈ થતું દેખાયું નથી. સોનાક્ષી રક્ષા બંધનના બરાબર બે દિવસ પહેલાં જ સોનાક્ષી પતિ ઝહિર સાતે ત્રીજા હનીમૂન પર ઉપડી ગઈ, જ્યાંથી તેણે કેટલાક રોમેન્ટિક ફોટો પણ ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યા હતા.
આ બધા વચ્ચે ભાઈ લવ સિન્હાએ રક્ષા બંધનના દિવસે એક ઈન્સ્ટા સ્ટોરી શેર કરી જેમાં તે લોકોને રક્ષા બંધનની શુભેચ્છા પાઠવી છે, પણ ક્યાંય ન તો સોનાક્ષીનો ફોટો જોવા મળી રહ્યો છે કે ન તો એમાં સોનાક્ષીના નામનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. હવે એ વાત તો શક્ય નથી કે લવ પાસે બહેન સોનાક્ષીનો કોઈ ફોટો ના હોય કે પછી લવ પોસ્ટમાં સોનાક્ષીનું નામ મેન્શન કરવાનું ભૂલી ગયો હોય? સામાન્યપણે સેલેબ્સ કે નેટિઝન્સ ભાઈ-બહેનને રક્ષા બંધનની શુભેચ્છા મોકલાવે છે ત્યારે એના ફોટો કે નામ મેન્શન કરે છે, પણ લવ સિન્હાએ અહીં આવું કરવાનું ટાળ્યું હતું.
આ પણ વાંચો : સોનાક્ષી સિન્હા લગ્ન બાદ આ હોરર-કોમેડી ફિલ્મમાં લોકોને ડરાવશે…
બીજી બાજું સોનાક્ષી પણ પતિ સાથે ન્યુ યોર્કમાં વેકેશન માણી રહી છે અને તેણે ત્યાંથી ફૂડ એન્જોય કરતા ફોટો શેર કર્યો હતો અને આ ફોટોને કેપ્શનમાં લખ્યું છે કે ઝહિર સાથે ફૂડ કોમા. આ બંને ફોટોમાં બંને ટેબલ પર અલગ અલગ પ્રકારના ફૂડ જોવા મળી રહ્યા છે.
આ સિવાય સોનાક્ષી સિન્હાએ શેર કરેલાં ફોટોમાં તે નદી કિનારે ફરતી જોવા મળી રહી છે, ઝહિર સાથેના રોમેન્ટિક ફોટો પણ શેર કર્યા છે. આ ફોટો શેર કરતાં તેણે લખ્યું છે સારા કન્ટેન્ટ માટે મારી ચાલ છે. હું જોવા માંગુ છું કે તું કેટલો સારો ફોટોગ્રાફર છે. સોનાબેબીએ શેર કરેલાં ફોટોમાં કપલ વચ્ચે ખૂબ જ પ્રેમ છે અને તેમની વચ્ચે એક અલગ જ કેમેસ્ટ્રી પણ જોવા મળી રહી છે.