અભિનેત્રી શિલ્પા શેટ્ટી, પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી

મુંબઈ: 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ મુંબઈ પોલીસ દ્વારા લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ દંપતી વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતું હોય છે, જેથી મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા તેમની વિરુદ્ધ એલઓસી જારી કરવામાં આવ્યું છે.
વેપારી સાથે લોન-કમ-ઇન્વેસ્ટમેન્ટ ડીલમાં 60 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના આરોપસર જુહુ પોલીસ સ્ટેશનમાં 14 ઑગસ્ટે શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. છેતરપિંડીની રકમ મોટી હોવાથી આ કેસની તપાસ બાદમાં આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી હતી, જેણે હવે એલઓસી જારી કર્યું છે.
લૂકઆઉટ સર્ક્યુલર એવી યંત્રણા છે જે જારી કરાતાં તેમાં તેનું નામ હોય તે વ્યક્તિ દેશ છોડી નહીં શકે અથવા તેની અવરજવર પર નજર રાખવામાં આવે છે. લાક્ષણિક રીતે ઇમિગ્રેશન અને બોર્ડર કંટ્રોલ પોઇન્ટ્સને સતર્ક કરવા માટે આ સર્ક્યુલર જારી કરવામાં આવે છે.
(પીટીઆઇ)
આ પણ વાંચો…શિલ્પા શેટ્ટીની બાંદ્રા ખાતે આવેલી રેસ્ટોરાં બેસ્ટિયન બંધ થશે, પોસ્ટ શેર કરીને આપી માહિતી…